Site icon

Mumbai Winter Update: મુંબઈકરો શાલ-સ્વેટર કાઢી રાખજો, શહેરમાં આગામી થોડા દિવસોમાં ઠંડીનું જોર હજુ વધશે.. જાણો હવામાન વિભાગનો વર્તારો

Mumbai Winter Update: મુંબઈમાં હાલ હવામાનમાં મોટો ફેરફાર થયો છે. મંગળવારથી જ શહેરમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. તેમજ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

temperature in Mumbai has dropped by one degree again.. The cold will increase in the next few days in the city IMD Forecast

temperature in Mumbai has dropped by one degree again.. The cold will increase in the next few days in the city IMD Forecast

News Continuous Bureau | Mumbai

Mumbai Winter Update: મુંબઈમાં ઉત્તર દિશાના પવનોએ હવામાનમાં મોટો ફેરફાર કર્યો હતો. જેના કારણે મંગળવારે આખો દિવસ ઠંડી રહી હતી. પ્રાદેશિક હવામાન વિભાગે આગાહી ( IMD Forecast ) કરી છે કે મુંબઈમાં સપ્તાહના અંત સુધી આ ઠંડી ચમકારાનો અનુભવ થશે. જેના કારણે મુંબઈકરોને આ વર્ષે સ્વેટર અને શાલનો ઉપયોગ કરવાનો મોકો પણ મળી શકે છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં મંગળવારે સવારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. કોલાબામાં તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ હતું. કોલાબામાં મંગળવારે સરેરાશ કરતાં 0.6 ડિગ્રી અને સાંતાક્રુઝમાં સરેરાશ કરતાં 1.1 ડિગ્રી ઓછું નોંધાયું હતું. પરંતુ સોમવારની સરખામણીએ મુંબઈમાં લઘુત્તમ તાપમાનમાં ( temperature ) મોટો ઘટાડો નોંધાયો હતો. સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી અને કોલાબામાં ( Colaba ) સોમવાર કરતાં 3.2 ડિગ્રી ઓછું હતું. પ્રાદેશિક હવામાન વિભાગની ( Regional Meteorological Department ) આગાહી મુજબ આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે ગુરુવારે, 18 જાન્યુઆરીથી સોમવાર, 22 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

ઉત્તર દિશાના પવનોની અસર લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાન પર પણ પડી છે. મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે બંને કેન્દ્રો પર મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હતું. મંગળવારે દિવસ દરમિયાન મુંબઈમાં તપારો ઓછો થતા અને ઠંડી રહેતા મુંબઈગરોએ આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો હતો. 22 જાન્યુઆરી સુધીની આગાહી મુજબ મુંબઈમાં મહત્તમ તાપમાન પણ 28 થી 29 ડિગ્રીની વચ્ચે રહેશે. તેમજ રવિવારથી ઠંડુગાર વાતાવરણ રહ્યું છે, પવનની દિશા બદલાતા ધુમ્મસ ગાયબ થઇ ગયું છે. આ ચોખ્ખું આકાશ સોમવાર સુધી ચાલુ રહે તેવી પણ શક્યતા છે.

  રાજ્યમાં આવતા સપ્તાહ સુધી તાપમાન ઘટાડો રહેશે…

મંગળવારે માત્ર મુંબઈ જ નહીં કોંકણપટ્ટામાં પણ લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રત્નાગીરીમાં ( Ratnagiri ) લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી, અલીબાગમાં 14.6 ડિગ્રી અને દહાણુમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હર્નમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ 24 કલાકમાં તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી ગયું છે. અલીબાગ અને દહાણુમાં મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોરારી બાપુને મળ્યું આમંત્રણ.. આ તારીખથી કરશે અયોધ્યામાં રામકથા..

મહારાષ્ટ્ર, અહમદનગર, નાસિક, જલગાંવમાં પ્રાદેશિક હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. જેઉર, માલેગાંવમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ અને સાતારામાં 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ કારણે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મરાઠવાડા વિભાગના છત્રપતિ સંભાજી નગરમાં પણ મંગળવારે તાપમાન 9.2 ડિગ્રી સેલ્સિયસ હતું.

રાજ્યમાં આવતા સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાનમાં આવા જ ઘટાડા સાથે ફુલગુલાબી ઠંડીનું ( Winter ) ખુશનુમા વાતાવરણ રહેશે તેવી અનુમાન છે. તેમ જ 26મી જાન્યુઆરીના દિવસે રજા આવતી હોવાથી મુંબઈવાસીઓ રાજ્યમાં ઠંડીનો અનુભવ કરવા માટે પ્રવાસનું આયોજન કરે તેવી શક્યતા છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version