News Continuous Bureau | Mumbai
Mumbai Rain: ચોમાસાના આગમનથી મુંબઈગરાઓને હાલ કાળઝાળ ગરમીથી રાહત થઈ હોવા છતાં, શહેરમાં પહેલા જ વરસાદે મહાપાલિકાના ( BMC ) તમામ દાવાઓને ખોટા સાબિત કરી દીધા હતા. પાલિકાનું કહેવું હતું કે તેઓ ચોમાસા ( Monsoon ) માટે તૈયાર છે. જે દાવો પહેલા વરસાદે ખોટો સાબિત કરી દીધો હતો. રવિવારે રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદને કારણે ભાયખલા, પરેલ, દાદર, હિંદમાતા, અંધેરી, દહિસર સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને મોડી રાત સુધી પાણી ભરાવાના કારણે અનેકો કલાક વાહનવ્યવહાર ખોરવાયો હતો.
શહેરમાં દર વર્ષે જે સ્થળોએ પાણી ભરાઈ ( water logging ) જવાની સમસ્યાઓ છે. તે સ્થળો આ વર્ષે પ્રથમ વરસાદમાં ( Rain ) જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં ભાયખલા સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું હતું. તો સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરેલ, દાદર, હિંદમાતા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. તો પાલિકા તરફથી હિંદમાતા ખાતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ટાંકીઓથી પણ આમાં કોઈ અસર જોવા મળી નથી.
Mumbai Rain: લોઅર પરેલના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા…
લોઅર પરેલના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો અંધેરી સબવે ( Andheri Subway ) વેસ્ટ અને ઈસ્ટ એક્સપ્રેસ વે પર કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Marathi School Uniform: મહારાષ્ટ્રમાં 15 જુનથી શાળાઓ શરુ, આ વર્ષથી એક રાજ્ય એક ગણવેશ નિયમ થશે લાગુ, છોકરાઓ અને છોકરીઓ માટે રહેશે આ ગણવેશ.. નિયમો જારી…
દરમિયાન, રવિવાર ઉપરાંત ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના કારણે રસ્તાઓ પર વધુ ટ્રાફિક જોવા મળ્યો ન હતો. પરંતુ શાળા શરૂ થવાની હોવાથી છેલ્લો રવિવાર હોવાથી આ વિચારી કેટલાક લોકો બાળકો સાથે ફરવા નીકળ્યા હતા. જેમાં રાત્રે અચાનક વરસાદ શરૂ થતાં અનેક સ્થળો પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં મુંબઈગરાઓ ઘરે પાછા પહોંચતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઘણા લોકો પાસે છત્રી કે રેઈનકોટ ન હોવાથી તેઓ ભીંજાઈને ઘરે પાછા ફર્યા હતા.
અચાનક પડેલા વરસાદથી વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ઘણા વિસ્તારોમાંથી વાહનો અટકી જવાના અને ટુ-વ્હીલર પડી જવાના બનાવો પણ નોંધાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દક્ષિણ તરફ વડાલા ફ્રી-વે પર પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પરેલ ટીટી, અંધેરી સબવે, ભાયખલા પર પાણી ભરાવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક બંધ રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં તેમજ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અને વાહનો બંધ પડી જવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં મધરાત બાદ વરસાદ ધીમો પડતાં પાણી ઓસરી જતાં વહેલી સવાર સુધીમાં વાહનવ્યવહાર સામાન્ય થઈ ગયો હતો.