ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
હાલમાં મુંબઈને પાણી પહોંચાડતા તમામ સાતે સાત તળાવોમાં કુલ 14 લાખ 17 હજાર 931 લાખ લિટર પાણીનો સંગ્રહ થયો છે. આ સંગ્રહ છેલ્લા ત્રણ વર્ષને ધ્યાનમાં લઈએ તો સૌથી વધુ છે. આનાથી મુંબઇકરોને મોટી રાહત મળી છે.
મુંબઈને દરરોજ 3800 લાખ લિટર પાણીની જરૂર પડે છે. અહીંના સાત તળાવો મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, તુલશી, વિહાર જેવા સાત તળાવોમાંથી પાણી પુરું પાડવામાં આવે છે. મુંબઈને આખા વર્ષ દરમિયાન પૂરતું પાણી પહોંચાડવા આગામી 1 ઓક્ટોબર સુધીમાં કુલ 14 લાખ 47 હજાર 363 લાખ લિટર પાણી એકઠું કરવાની જરૂર છે. પરંતુ ઓગસ્ટની શરૂઆત સુધી માત્ર 35 ટકા જ પાણીનો સંગ્રહ થઈ શક્યો હતો. જેને પગલે 5 ઓગસ્ટથી 20 ટકા પાણીનો કાપ લાગુ કરવામાં આવ્યો હતો.
જો કે, ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે, 19 ઓગસ્ટથી પાણીનો કાપ 10 ટકા કરી દેવામાં આવ્યો હતો. વાત કરીએ તમામ સાત તળાવોની તો હાલમાં 14,17,931 લાખ લિટર પાણી એકઠું થયું છે. મુંબઈને દૈનિક જોઈતા પાણીના પુરવઠાને ધ્યાનમાં લેતા, આ પાણી આગામી 373 દિવસ માટે પૂરતું રહેશે. આનો અર્થ એ છે કે હાલમાં તળાવમાં આખા દિવસની મુંબઈની જરૂરિયાત કરતાં આઠ દિવસનું વધુ પાણી છે..
7 સપ્ટેમ્બરની ત્રણ વર્ષની સ્થિતિ –
વર્ષ લીટર ટકાવારી
2018 1397681 96.57
2019 1415978 97.83
2020 1417931 97.97
સપ્ટેમ્બર 7 પર પાણી સંગ્રહ (મિલિયન લિટરમાં)
તળાવ પાણી સંગ્રહ કરવાની ટકાવારી
અપર વૈતરણા– 219815 — 96.81
મોડાસાગર– 128310 — 99.52
તાનસા– 144828 — 99.83
મધ્ય વૈતરણા– 187329 — 96.80
ભાતસા– 701947 — 97.90
વિહાર– 27698 — 100
તુલસી– 8002 — 99.46
