ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
હાલમાં મુંબઈ રેલવે પ્રશાસને અંગત રીતે ગજબનો નિર્ણય લઈ અને એને અમલમાં મૂકી દીધો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં મુંબઈનાં તમામ રેલવે સ્ટેશન પર પંખા બંધ કરી દેવાયાં છે. બોરીવલીમાં રહેતા ભાવેશભાઈએ આ અંગે ટ્વિટર પર રેલવેને મરીન લાઇન્સ સ્ટેશને કાળઝાળ ગરમીમાં પંખા કામ ન કરતાં હોવાની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ અંગે રેલવે પ્રશાસને આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મૅનેજરે-રેલવેના મુંબઈ વિભાગના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ દ્વારા જવાબ અપાયો હતો કે “લૉકડાઉન અને મુસાફરોના ઓછા ધસારાને કારણે વીજળી બચાવવા માટે વિદ્યુત ઉપકરણોને જ્યારે મુસાફરોની મોટા પ્રમાણમાં સંખ્યા હોય ત્યારે જ શરૂ કરવામાં આવે છે.”
ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં
આ જવાબ જોતાં ભાવેશભાઈ ચોંકી ગયા હતા. ઉપરાંત આ નિર્ણય પર કટાક્ષ કરતાં એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી કે “આશા છે કે તમારી દરેક ઑફિસમાં આ જ પ્રોટોકોલ લાગુ પડે છે, ઓછી હાજરીને કારણે પંખા/એસી આ ગરમ મોસમમાં પણ બંધ રાખવામાં આવે છે.”