News Continuous Bureau | Mumbai
મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) વાહનચાલકો(Motorists) માટે દિવસેને દિવસે જોખમી બની રહ્યો હોવાની ફરિયાદ લાંબા સમયથી થઈ રહી હતી. હાઈવે પણ અનેક બ્લેક સ્પોટ (Black spot) હોવાથી એક્સિડન્ટના પ્રકાર વધી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના(businessman Cyrus Mistry) વાહનને જ્યાં અકસ્માત થયો તે સ્થળ 'બ્લેક સ્પોટ' છે. અત્યાર સુધી આ સ્પોટ પર અનેક એક્સિડન્ટ (Accident) થઈ ચૂક્યા છે.
મિડિયા અહેવાલ મુજબ આ પહેલા પણ આ સ્થળે અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેથી દમણની બાઈકર્સ ક્લબ(Bikers Club) દ્વારા પણ વાહનચાલકોને જાગૃત કરવા અહીં અભિયાન હાથ ધરાયું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ટાટા સન્સના(Tata Sons) ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Former Chairman Cyrus Mistry) વાહનને પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી પુલ પાસે રવિવારે અકસ્માત નડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં મિસ્ત્રીનું વાહન અથડાયું તે સ્થળ 'બ્લેક સ્પોટ' છે.
ભૂતકાળમાં આ સ્થળે અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. 2014 થી, આ સ્થાન ખતરનાક બની ગયું છે અને 2018 માં, સાંતાક્રુઝના વેપારી દુબે પરિવારના વાહનનો આ સ્થળે જ અકસ્માત થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા અને બેના મોત થયા હતા. ગયા વર્ષે આ જગ્યાએ આદિત્ય સુબ્રમણ્યમ નામના યુવકનું મોટરસાઇકલ અકસ્માતમાં મોત થયું હતું.
આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રી કારના એક્સિડન્ટ પછી વગોવાયેલી મર્સિડીઝ કંપની મેદાને આવી. કારમાંથી લીધો ડેટા રેકોર્ડર- હવે ઘણી વિગતો બહાર આવશે
યુનાઈટેડ સુપરબાઈકર્સ ક્લબ(United Superbikers Club), દમણના એક જૂથે, અવારનવાર થતા અકસ્માતો અને બાઈકરોના મૃત્યુની નોંધ લીધી હોવાનું કહેવાય છે. સ્ટ્રેચ પર ટેસ્ટ ડ્રાઈવ (Test drive on the stretch) હાથ ધરી અને પછી વાહનચાલકોને સ્થળ પર ચેતવણી આપવા માટે 2014 માં એક અભિયાનનું આયોજન કર્યું હતું આ બાઈકર્સ ક્લબના સભ્યએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, સ્થાનિક અધિકારીઓની મદદથી રમ્બલ સ્ટ્રિપ્સ અને સાઈનબોર્ડ(Rumble strips and signboards) પણ લગાવવામાં આવ્યા હતા. 2014 માં, આ સ્ટ્રેચ પર વારંવાર અકસ્માતો થતા હતા, તેથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દર રવિવારે ત્યાં વાહન ચલાવતા અને રસ્તા પર ઊભા રહીને ડ્રાઇવરો અને સાઇકલ સવારોને ધીમી ગતિ કરવાની સૂચના આપવામાં આવતી હતી. ત્યાં એક એમ્બ્યુલન્સ પણ રાખી છે જેથી અકસ્માતના કિસ્સામાં ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય મળે. આ જગ્યાએ આટલા બધા અકસ્માતો થાય છે કારણકે આ જગ્યાની બંને બાજુ જોખમી છે. ત્યાં અચાનક વળાંક આવે છે. માર્ગ તીવ્ર વળાંકો સાથે ચઢાવ પર છે. જેના કારણે બાઇક ચાલકોને મુશ્કેલી પડે છે. રોડ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ નબળા હોવાને કારણે એલિવેશન અચાનક વધી ગયું છે.
