Site icon

મુંબઈના રસ્તાઓ પરથી વૃક્ષો કેમ નથી ખસેડાયાં એની પાછળનું રહસ્ય ખૂલ્યું, ભાજપે આપી ચીમકી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

News Continuesની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે મુંબઈ શહેરમાં વરસાદ ગયાના ૪૮ કલાક પછી પણ રસ્તા પરથી તૂટી પડેલાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો નથી તેમ જ કચરો સાફ કરવામાં આવ્યો નથી. આવું શા માટે થયું છે એ રહસ્ય છેક હવે બહાર આવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો અને કચરાને ખસેડવા તેમ જ એનો નિકાલ કરવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિયુક્તિ કરી નથી. ગત ત્રણ મહિનાથી જોખમી વૃક્ષો કાપવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપ લીડર પ્રભાકર શિંદેએ ચીમકી આપી છે કે આ માટે જો ઝડપથી પગલાં નહીં લેવાય તો ભારતીય જનતા પાર્ટી કોર્ટમાં જશે.

આમ News Continuesના સમાચાર પર મહોર લાગી છે કે મુંબઈ શહેરમાં પાલિકાનું અંધેર રાજ ચાલુ છે.

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version