News Continuous Bureau | Mumbai
Mumbai Bandra Bridge: પશ્ચિમ રેલવેના ઐતિહાસિક બાંદ્રા ( Bandra ) સ્ટેશન પરથી મુસાફરી કરતા મુસાફરોને આવતા શનિવારથી અસુવિધાનો સામનો કરવો પડશે. રેલવે પ્રશાસને શનિવાર, 9 માર્ચથી બાંદ્રા સ્ટેશન પર પૂર્વી ફૂટ ઓવર બ્રિજના ( foot over bridge ) પગથિયાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગથિયાના સમારકામ માટે બ્રિજ 46 દિવસ માટે બંધ રહેશે એવી રેલવેએ સુચનાઓ જાહેર કરી છે.
એક અહેવાલ મુજબ, બાંદ્રા નવપાડા પદયાત્રી પુલનો રેમ્પ અને પગથિયાં હાલ જર્જરિત હાલતમાં છે. આઈઆઈટી મુંબઈ અને પશ્ચિમ રેલવેના સલામતી અહેવાલ બાદ આ પગથિયાઓનું પુનઃનિર્માણ ( Steps Reconstruction ) ખુબ જ જરૂરી છે. આને કારણે, સમગ્ર રેમ્પનું સમારકામ કરવા માટે પૂર્વ ફુટ ઓવર બ્રિજના પગથિયાં મુસાફરોના ઉપયોગ માટે બંધ કરવામાં આવશે.
ફુટ ઓવર બ્રિજ બંધ થતાં મુસાફરોને મળશે વૈકલ્પિક પુલો..
તેમજ પશ્ચિમ રેલવેએ ( Western Railway ) માહિતી આપી હતી કે બાંદ્રા સ્ટેશનની ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશાના પુલો મુસાફરો દ્વારા વૈકલ્પિક ઉપયોગ માટે ખુલ્લા રહેશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શિવસેના પછી, NCP પણ બેંક ખાતાઓ પર લડ્યા; અજિત પવાર જુથનો બેંકને પત્ર..
સ્ટેશનોમાં વિવિધ કામો
– પશ્ચિમ રેલવે મુંબઈ વિભાગના મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી, મલાડ, પાલઘર સ્ટેશનોમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કામ શરૂ થઈ ગયું છે.
– તેમજ મુંબઈ રેલવે વિકાસ નિગમ દ્વારા સ્ટેશન સુધારણા પ્રોજેક્ટ હેઠળ ખાર રોડ અને અન્ય સ્ટેશનો પર કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.