Site icon

Abhishek Ghosalkar: અભિષેક ઘોસાલકરની હત્યા પ્રકરણે હવે સોશ્યલ મીડિયા પર મોરિસ નોરોન્હાની આ છેલ્લી પોસ્ટ આવી ચર્ચામાં..

Abhishek Ghosalkar: અભિષેક ઘોસાલકરની હત્યા પ્રકરણે હવે સોશિયલ મીડિયા પર મોરિસ નોરોન્હાની છેલ્લી પોસ્ટ ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં પુષ્પા ફિલ્મના સંવાદનો ઉપયોગ કરાયો છે. જેના કારણે આ પોસ્ટ કોના માટે હતી તે અંગેની હવે ચર્ચા ચાલી રહી છે.

This last post of Maurice Noronha is now in discussion on social media in the case of Abhishek Ghosalkar's murder.

This last post of Maurice Noronha is now in discussion on social media in the case of Abhishek Ghosalkar's murder.

News Continuous Bureau | Mumbai 

Abhishek Ghosalkar: શિવસેના ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગુરુવારે મુંબઈના દહિસરમાં ( Dahisar ) ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અભિષેક ઘોસાલકર મોરિસ નોરોન્હા ( Maurice Noronha ) સાથે ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. ત્યારબાદ અચનાક મોરિસે અભિષેકને ગોળી મારી હતી. હત્યા કર્યા બાદ મોરિસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં બંનેના મોત થયા હતા. હવે આ મામલે સોશિયલ મીડિયા પર મોરિસ નોરોન્હાની છેલ્લી પોસ્ટ ( Last Post ) ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં પુષ્પા ફિલ્મના સંવાદનો ઉપયોગ કરાયો છે. જેના કારણે આ પોસ્ટ કોના માટે હતી તે અંગેની હવે ચર્ચા ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

દસ દિવસ પહેલા મોરિસના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ( Instagram account )  પર પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલતો એક રીલ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં મોરિસનો ફોટો અને ઓડિયો ક્લિપ છે. તેમાં સંભાળાય છે કે, પુષ્પા ( Pushpa ) નામ સુનકર ફ્લાવર સમજે ક્યા? ફાયર હૂં મૈં…આ ડાયલોગ સંભળાય છે. આ પોસ્ટ હાલ ટ્રેન્ડમાં છે. મોરિસે પોતાને ફાયર કહેવા માટે પુષ્પા ફિલ્મમાં સંવાદનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેણે દસ દિવસ પહેલા અભિષેક ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડ્યું કે શું? આ ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે.

 અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે…

પ્રાપ્ત માહિતી મુજબ, મોરિસે ફેસબુક લાઈવ ( Facebook Live ) દરમિયાન અભિષેક ઘોસાલકરને મારવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે મોરિસે સિક્યુરિટી ગાર્ડની બંદૂક મેળવી હતી. સિક્યોરિટી ગાર્ડએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી આ પિસ્તોલનું લાઇસન્સ મેળવ્યું હતું. પરંતુ તેની અહીંયા નોંધ કરવામાં આવી ન હતી. જેના કારણે હવે સિક્યોરિટી ગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના દિવસે મોરિસે સિક્યોરિટી ગાર્ડને તેના પીએ સાથે બહાર કામ માટે મોકલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Namal Rajapaksa: અયોધ્યા પહોંચી રામ ભક્ત બની રહ્યા છે વિદેશી રાજનેતાઓ, હવે આ દેશના નેતા રામલલાના દર્શન કરવા પહોંચ્યા રામ મંદિર..

એક અહેવાલ મુજબ, મોરિસની પત્નીએ પોલીસને આપવામાં આવેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, મોરિસ સતત કહેતા હતા કે અભિષેક ઘોસાલકરને તે છોડશે નહીં, તે તેને ખતમ કરી દેશે.

આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version