ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
મેટ્રો રેલ્વે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે જોગેશ્વરી પૂર્વમાં 900 મીમી તેમજ ૧૨૦૦ મીમી ની પાણીની લાઈન વાળવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
મુંબઈ મેટ્રો નું કામ શરૂ હોવાને કારણે મુંબઈના જોગેશ્વરી, અંધેરી તેમજ ગોરેગામ વિસ્તારમાં આગામી 24 અને 25 તારીખે ધીમા દબાણથી પાણી આવશે. આ ઉપરાંત શક્યતા છે કે ઓછું પાણી પણ આવે. મુંબઈ મહાનગરપાલિકાના જળ વિભાગ એ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પાણી સંભાળીને વાપરે.