મલાડ લીંક રોડ પર બસમાં ચડતા મુસાફરનો મોબાઈલ થયો ચોરી? જુઓ વાયરલ વિડિયો

પશ્ચિમ ઉપનગર મલાડના ચિંચોલી બંદર બસ સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે એક યુવતીનો મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સામે આવી છે.

by Dr. Mayur Parikh
this person a thief stealing mobile phones in Chincholi Bunder, Malad West

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ ઉપનગર મલાડના ચિંચોલી બંદર બસ સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે એક મુસાફરનો મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સામે આવી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતે મુસાફરો બસ સ્ટોપ પરથી બસમાં ચઢવા લાગે છે. ત્યારે પાછળ ઉભેલા શંકાસ્પદ શખ્સે મુસાફરનો મોબાઈલ ફોન ચોરી લીધો. આ ઘટનાનો વિડીયો બસ સ્ટોપ પર ઉભા રહેલા અન્ય એક મુસાફરે તેના મોબાઈલમાં કાઢી લીધો હતો. અને સોશિયલ મીડિયા પર ચડાવી દીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.

આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વિડીયો વાયુવેગે વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો

Join Our WhatsApp Community

You may also like