News Continuous Bureau | Mumbai
મુંબઈમાં વરલીના જાંબોરી મેદાનમાં(Worli's Jamboree Ground) દહીહાંડી(Dahihandi) નું આયોજન કરવું રાજકીય પક્ષ(Political party) માટે પ્રતિષ્ઠાની બાબત કહેવાય છે ત્યારે વરલીમાં શિવસેનાના ત્રણ-ત્રણ ધારાસભ્ય(Shisvena MLA) હોવા છતાં ભાજપે(BJP) દહીહાંડી ના આયોજન માટે જાંબોરી મેદાન મેળવવામાં સફળ રહી છે અને શિવસેનાનું નાક કપાઈ ગયું છે.
મહારાષ્ટ્રમાં સત્તા પલટો થયા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) શિવસેના અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આગામી મુંબઈ મહાનગરપાલિકા ની ચૂંટણીને(BMC elections) ધ્યાનમાં રાખીને શિવસેના અને ભાજપ પ્રચાર કરવાની અને પોતાનું વર્ચસ્વ બનાવવાની કોઈ તક છોડવા માગતી નથી. તેથી જ આ વર્ષનો દહીંહાંડી નો તહેવાર વિશેષ બની રહે તેવી શક્યતા છે. આ દહીં હાંડી ઉત્સવને (Dahi Handi Utsav) લઈને રાજકીય જંગ શરૂ થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા
વરલીના જાંબોરી મેદાનમાં દર વર્ષે હાંડી યોજાય છે. આ દહીં હાંડી મુંબઈમાં ગોવિંદ ટીમોના(Govind Teams) દૃષ્ટિકોણથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. તેથી ભાજપના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ(State Chairman) આશિષ શેલારે(Ashish Shelar) વરલીમાં દહી હાંડી ઉત્સવને હાઈજેક કર્યો છે. વરલીના જાંબોરી મેદાનમાં શિવસેના દ્વારા હાંડી બનાવવાની હતી. જો કે હવે આ મેદાન ભાજપે જીતી લીધું છે. તેથી આદિત્ય ઠાકરેની સાથે શિવસેનાના ત્રણ ધારાસભ્યો ધરાવતા વર્લીમાં શિવસેના સામે લડત માટે નવું મેદાન શોધવાનો સમય આવી ગયો છે. જોકે આ પ્રસંગે મુંબઈમાં દહીંહાંડી નું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.
એવું ચર્ચાઈ રહ્યું છે કે દહીંહાંડી માટે જાંબોરી મેદાન મેળવીને ભાજપે આદિત્ય ઠાકરેના મતવિસ્તારમાં ઘૂસણખોરી કરી છે થોડા વર્ષો પહેલા સચિન આહિરના(Sachin Ahir) સંકલ્પ પ્રતિષ્ઠાન દ્વારા જાંબોરી ગ્રાઉન્ડ ખાતે યોજાતી દહીંહાંડી ગોવિંદા મંડળો માટે આકર્ષણનો વિષય હતી. હવે સચિન આહીર વિધાન પરિષદના ધારાસભ્ય છે. વરલીથી આદિત્ય ઠાકરેના પક્ષમાં ઊભા રહેવા માટે ખસી ગયેલા સુનીલ શિંદે પણ વિધાન પરિષદમાં ચૂંટાયા છે. તેથી, કુલ ત્રણ ધારાસભ્યો વર્લી મતવિસ્તાર નું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં બે વિધાન પરિષદમાંથી અને એક વિધાનસભામાંથી છે. આથી વરલીમાં શિવસેનાની ભારે પકડ હોવાનું માનવામાં આવે છે. જો કે, આ ત્રણ ધારાસભ્યોના નાક હેઠળ દહીં હાંડી માટે આશિષ શેલારે જાંબોરી મેદાનની સીટ જીતી લેતા શિવસેનાને આંચકો લાગ્યો છે.