ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
પર્યાવરણના સંવર્ધન માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઘણા મહત્તવના નિર્ણય લીધા છે. જેમાં 2027 સુધીમાં બેસ્ટ ઉપક્રમના કાફલામાં 100 ટકા ઈલેક્ટ્રિક બસનો સમાવેશ કરવામાં આવવાનો છે. તે મુજબ 200 ડબલડેકરની તો 1,900 ઈલેક્ટ્રિક બસ લાવવામાં આવવાની હોવાનું રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે.
બદલાતા વાતાવરણની સાથે તેને અનુરૂપ થવું પડે છે. પર્યાવરણના સંરક્ષણ માટે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસોનું રૂપાંતર ઈલેક્ટ્રિક બસમાં કરવાની આદિત્ય ઠાકરેએ જાહેરાત કરી હતી.
અરે વાહ, શું વાત છે! મુંબઈની બીએમસી શાળામાં પહેલા જ દિવસે આટલા હજાર વિદ્યાર્થીઓએ આપી હાજરી
બેસ્ટ ઉપક્રમ પાસે હાલ 3242 બસ છે. તેમાંથી 1,000 બસ ભાડા પર લીધેલી છે. બહુ જલદી બેસ્ટના કાફલાની બસને 10,000 સુધી લઈ જવાની યોજના બેસ્ટ પ્રશાસનની છે.