181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
શહેરમાં આજે ધોધમાર વરસાદ અને તેનાથી સર્જાયેલી હાલાકીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. માણસો ઉપરાંત પ્રાણીઓ પણ આ વરસાદથી બચવા માટે પોતાનો આસરો ગોતાવાની હોડમાં હતા, ત્યારે એક વાંદરાએ આ વરસતા મુશળધાર વરસાદથી બચવા માટે મુંબઈના મેટ્રો સ્ટેશનનો સહારો લીધો હતો.
ઘાટકોપરના મેટ્રો સ્ટેશન પર બેઠો-બેઠો આ વાનર કામધંધે જતા મુંબઈગરાને કુતુહલ સાથે જોઈ રહ્યો હતો. જોકે, આ વાંદરાએ કોઈને પરેશાન કાર્ય ન હતા. વરસાદના ઠંડા પાણીથી પોતાની જાતને બચાવવા માટે તે અહી આવી પહોંચ્યો હતો. ભારે વરસાદથી વાંદરાઓ ભયભીત થી પોતાનો આસરો શોધતા હોય તેમ જણાય છે.
You Might Be Interested In