News Continuous Bureau | Mumbai
આજે સાંજે મુંબઈના બાંદરા-કુર્લા- કોમ્પ્લેક્સ (બી.કે.સી)(Mumbai’s Bandra Kurla Complex)માં આવેલા એમ.એમ.આર.ડી.એ(MMRDA ground) મેદાનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray)ની જંગી જાહેર સભા યોજાઈ રહી છે. તેથી બાંદરા બી.કે.સી.માં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ડાઈવર્ઝન કરવામાં આવ્યું છે. અમુક રસ્તા ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે. તો અમુક જગ્યાએ ટ્રાફિક બીજે વળાવવામાં આવ્યો છે.

હિન્દુત્વને મુદ્દે છેલ્લા થોડા દિવસથી ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના(Shiv Sena) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે ઉગ્ર વૈચારિક અને શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાંજે એક જાહેર રેલીને સંબોધિત કરવાના છે. આ જાહેર સભાના માધ્યમથી ભાજપ અને એમએનએસ(MNS)ને જવાબ તો આપશે પણ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની (BMC Election) ચૂંટણીના પ્રચારનું રણશિંગુ પણ ફૂંકે એવું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીથી ત્રસ્ત જનતાને વધુ એક માર, અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNG-PNGના ભાવ વધાર્યા, જાણો નવી કિંમત..
આ રેલીમાં મુંબઈ સહિત આજુબાજુના શહેરોમાંથી મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર રહે એવી શક્યતાને પગલે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic police) આજે મોટા પ્રમાણમાં ટ્રાફિક ડાઈવર્ઝન કર્યુ છે.

ટ્રાફિકની સરળ કામગીરી અને VIP મૂવમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે, વરલી સી લિંકથી આવતા વાહનોને ભારત નગર જંક્શનથી કુર્લા તરફ વાળવામાં આવશે. સંત જ્ઞાનેશ્વર નગરથી કુર્લા તરફ ભારત નગર જંક્શન થઈને ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં.

એ જ રીતે ખેરવાડી સરકારી વસાહત, કનકીયા પેલેસ, યુટીઆઈ ટાવર અને ચુનાભટ્ટીથી કુર્લા તરફ વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પોલીસના જણાવ્યા મુજબ બપોરના 3 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આ ટ્રાફિક ડાઈવર્ઝન રહેશે.
