Site icon

ભારે વરસાદના પગલે મુંબઇગરાઓના હાલ બેહાલ- શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ- વાહન ચાલકો અટવાયા

News Continuous Bureau | Mumbai

વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy rainfall) મુંબઈગરાને હેરાન-પરેશાન કરી મુક્યા છે. લોકલ ટ્રેનની(local train) સાથે નીચાણવાળા રસ્તા પર પાણી ભરાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની(traffic jam) સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાએ ટ્રાફિકને ડાયવર્ટ (Divert traffic) કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

મુંબઈ ટ્રાફિક પોલીસના(Mumbai Traffic Police) જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ફ્રી વે (Freeway) પર વડાલા હદમાં ટ્રાફિકને અસર થઈ હતી. તેનો બેકલોગ વડાલા ભક્તિ પાર્ક જીજામાતા નગર સુધી જોવા મળ્યો હતો. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ભક્તિ પાર્ક પાસે ફ્રી વે પર ચઢાણ પર રસ્તાનું લેવલ થોડું નીચું હોવાથી વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. તેથી અહીં ટ્રાફિક સ્લો (Traffic Slow) થઈ ગયો હતો.

ભારે વરસાદ તેમાં પાછું દક્ષિણ મુંબઈમાં કર્ણાક પૂલ(Karnak Pool) બંધ હોવાથી દક્ષિણ દિશા તરફ જનારા અવતાર સિંહ બેદી વાડી બંદર માર્ગ પર ટ્રાફિક જામની(traffic jam) સમસ્યા થઈ હતી. સવારના પીક અવર્સમાં જ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફ લાઇન એવી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ- સેન્ટ્રલ- હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનના આ હાલ છે

એ સિવાય વેસ્ટર્ન સબર્બમાં(western suburb) પણ ભારે વરસાદને કારણે બાંદરા, સાંતાક્રુઝ સબવે, ખાર સબવે, મલાડમાં ટ્રાફિકને અસર થઈ હતી. અંધેરી માર્કેટમાં એક ફૂટ પાણી ભરાઈ જવાથી ડી.એન.નગરમાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.  તેમાં પાછું અંધેરીમાં મિલન સબવે પાસે ઉત્તર દિશામાં એક્સિડન્ટ થવાથી ટ્રાફિકને અસર થઈ હોવાનું મુંબઈ ટ્રાફિક પોલીસે કહ્યું હતું. તો વરસાદની સાથે જ જોગેશ્વરી માં સબવેની કામ ચાલી રહ્યું હોવાથી શંકરવાડી બસ સ્ટોપ નજીકના વિસ્તારમાં પણ ટ્રાફિકને અસર થઈ હતી.
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version