News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં બોમ્બની ધમકીના ( bomb threat ) કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હવે મુંબઈ ટ્રાફિક પોલીસ ( Mumbai Traffic Police) કંટ્રોલ રૂમને એક છ જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મેસેજ કરનારે મુંબઈમાં મોટો હુમલો કરવાની ધમકી આપી છે. આના કારણે મુંબઈ પોલીસ ( Mumbai Police ) અને અન્ય તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ કોલ ક્યાંથી આવ્યો અને કોણે કર્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Mumbai Traffic Police Control Room receives a threat message from an unknown person. The message states that bombs have been placed at six locations across Mumbai. Mumbai police and other agencies are alert after the message. Efforts are underway to trace the message sender:…
— ANI (@ANI) February 2, 2024
એક અહેવાલ અનુસાર, મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને ( police control room ) એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં છ સ્થળોએ બોમ્બ મૂકવામાં ( Bomb Blast ) આવ્યા છે. ઉપરાંત, આ સંદેશ પછી મુંબઈ પોલીસ અને અન્ય તંત્ર એલર્ટ પર આવી ગયું છે. મુંબઈ પોલીસે કહ્યું કે મેસેજ મોકલનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: વારાણસીમાં શુક્રવારની નમાજ દરમિયાન પોલીસ એલર્ટ, નાની મોટી મસ્જિદોમાં નમાજ દરમિયાન કડક સુરક્ષા.. આજે બંધનુ એલાન..
મુંબઈ પોલીસને ભૂતકાળમાં પણ આવા અનેક ધમકીભર્યા કોલ અને મેસેજો મળી ચુક્યા છે…
દરમિયાન, મુંબઈ પોલીસને ભૂતકાળમાં પણ આવા અનેક ધમકીભર્યા કોલ અને મેસેજો મળી ચુક્યા છે. આ પહેલા પુણે પોલીસના કંટ્રોલ રૂમને પણ એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ગુરુવારે રાત્રે પુણે પોલીસ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર પુણે હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો મેસેજ આવ્યો હતો. જે બાદ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ફરી વધારી દેવામાં આવી હતી. પુણા હોસ્પિટલમાં બોમ્બ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી. હાલ તે મામલામાં પોલીસ ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિને શોધી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)