News Continuous Bureau | Mumbai
દહિસર-ઈસ્ટમાં(Dahisar-East) આનંદનગર(Anandnagar) પાસે લિન્ક રોડ(Link Road) પર ગુરુદ્વારા(Gurudwara) સામે આવેલા કાલીમાતાના મંદિરમાં(Kalimata temple) થયેલી ચોરીના કેસને 24 કલાકની અંદર જ સોલ્વ કરવામાં દહિસર પોલીસને(Dahisar Police) સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજને(CCTV footage) આધારે ચોરટાઓને(Thieves) પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કાલીમાતાના મંદિરમાં ૨૯ જૂને માતાજીને શણગારમાં ચડાવવામાં આવેલાં સોનાનાં ૧.૯૭ લાખનાં ઘરેણાંની ચોરી(Jewelry theft) થઈ હતી. ચોરટાઓને 24 કલાકની અંદર પકડીને તેમની પાસેથી ચોરાયેલાં ઘરેણાં પણ પાછાં મેળવ્યાં હતાં.
માતાજીનાં ઘરેણાં ચોરાયાં હોવાની ફરિયાદ દાખલ થયા બાદ દહિસર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આજુબાજુના ૧૦ સીસીટીવી કૅમેરાનાં(CCTV camera) ફુટેજ ચેક કર્યા હતા, જેમાં બેથી ત્રણ જણની શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવી હતી. એ પછી એ ફુટેજના આધારે ખબરી પાસેથી માહિતી મેળવીને આરોપી અજય સંદેશ ચાળકે(Ajay Sandesh Chalke) ઉર્ફે ચીકા અને ફૈઝાન યામિન શેખને ઓળખી કાઢવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈથી ડોંબીવલી ટેક્સીના ભાડા કરતા ગોવાથી મુંબઈની ફ્લાઈટ સસ્તી- જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ વિશે
બન્ને આરોપીઓ દહિસર-ઈસ્ટના સંભાજીનગરમાં રહે છે. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ ચોરીમાં તેમની સાથે સગીર વયના બે છોકરાઓ પણ સામેલ હતા. આરોપીઓ પાસેથી ચોરાયેલાં ઘરેણાં પાછા હસ્તગત કરાયાં છે. ફૈઝાન સામે આ પહેલાં મોટરસાઇકલની ચોરીનો કેસ પણ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.