News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈના(North Mumbai) દહિસર(Dahisar) (પૂર્વ)માં મગાથાણે(Magathane) વિધાનસભા મતવિસ્તારમાં(Assembly Constituency) ફરી એક વખત શિવસેના સમર્થક(Shiv Sena supporter) અને શિંદે સમર્થક જૂથ(Shinde supporter group) વચ્ચે જોરદાર રાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ રાજકીય નહીં પણ આપસી વિવાદ હોવાનું કહીને તેના પર પરદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
મળેલ માહિતી મુજબ રવિવારે રાતના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને જૂથમાંથી એક-એક વ્યક્તિ ઘાયલ થઈ છે. આ સંદર્ભે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ચર્ચા મુજબ બે જૂથો વચ્ચે થયેલી ઝપાઝપી માટેનું કારણ રાજકીય (મહારાષ્ટ્રનું રાજકારણ) હતું.
આ સમાચાર પણ વાંચો : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા
મગાથાણેમાં યોજાયેલી રેલીમાં લડેલા બે જૂથોમાંથી એક જૂથ શિવસેનાનું છે, જ્યારે બીજું જૂથ ધારાસભ્ય પ્રકાશ સુર્વેના(MLA Prakash Surve) સમર્થક હોવાનું જાણવા મળે છે. બંને જૂથ યાદવ સમુદાયના છે અને બાજુ-બાજુમાં સાથે રહે છે. જોકે પોલીસના કહેવા મુજબ આ ઝઘડો બિન રાજકીય કારણોસર(political reasons) થયો હતો. ઝઘડો આપસી વિવાદને કારણે થયો હોવાનું મુંબઈ પોલીસ(Mumbai Police) ઝોન 12 ડીસીપી(DCP) સોમના ધર્ગેએ કહ્યું હતું.
આ દરમિયાન સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર(Former corporator of Shiv Sena) બાલકૃષ્ણ બીદ્રે (Balakrishna Bidre) અગાઉ મગાથાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના સમર્થક પર હુમલાનો આરોપ લગાવીને રાજકારણ ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશન ગયા બાદ શિવસેનાના પૂર્વ કોર્પોરેટર બાલકૃષ્ણ બીદ્રેએ શિવસેના જૂથના કાર્યકર્તાઓને થયેલી ઈજાઓ વિશે પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી