Site icon

Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ખટરાગ થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના કાર્યાલયમાં શિવસેના નગરસેવકો એ આવવાનું બંધ કર્યું હતું.

uddhav Shivsena BMC corporator to remain present everyday in BMC head office

Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

News Continuous Bureau | Mumbai

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( BMC  ) વિસર્જન પછી, તમામ નગરસેવકો ભૂતપૂર્વ નગર સેવક બની ગયા. પરિણામ સ્વરૂપ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં જઈને કામ કરવું એ જરૂરી નથી. આ પરિસ્થિતિમાં શિવ સેનાના તમામ નગરસેવકોએ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં જવાનું બંધ કર્યું હતું. જોકે કોંગ્રેસ પાર્ટી, બીજેપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નગરસેવકો વખતોવખત મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય ( BMC head office ) ની મુલાકાત લઈ રહ્યા હતા.

Join Our WhatsApp Community

હવે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિવસેનાએ મહાનગરપાલિકામાં ચોકીદારની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે. શિવસેના એ એવો આદેશ બહાર પાડ્યો છે કે તમામ ભૂતપૂર્વ નગરસેવકોએ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં જઈ ચાલી રહેલી કાર્યવાહી નું અવલોકન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે મહાપાલિકામાં વહીવટદારની નિમણૂક થયા પછી તમામ પાર્ટીના કાર્યાલયો બંધ કરવામાં આવ્યા હતા. જોકે અલગ અલગ પાર્ટીઓ દ્વારા નિવેદન અપાયા પછી કાર્યાલય ખુલ્લાં રાખવાની પરવાનગી અપાઇ હતી.

આ સમાચાર પણ વાંચો:  Mango arrives in Mumbai market : કોંકણના રાજાનું મુંબઈમાં આગમન! કેરીના પ્રથમ બોક્સની કિંમત 42 હજાર…

આદિત્ય ઠાકરે એ આદેશ બહાર પાડીને ધારાસભ્ય અનિલ પરબ, પૂર્વ મેયર વિશ્વનાથ મહાડેશ્વર, પૂર્વ મેયર કિશોરી પેડનેકર, ગૃહના નેતા વિશાખા રાઉત, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શૈલેષ ફણસે, પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંધ્યા દોશી, પૂર્વ આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલ સહિત મુખ્ય પદાધિકારીઓને આ જવાબદારી સોંપી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરોને શિવસેનાએ પાર્ટી ઓફિસમાં બેસવાનો આદેશ આપ્યો છે અને તેનો સોમવારથી અમલ કરવામાં આવ્યો છે.

આ પગલું ઉચકવા પાછળનું કારણ એવું છે કે શિવસેનાને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેમનું અસ્તિત્વ ગેરહાજરીને કારણે જોખમમાં ન મુકાઈ જાય. તેમજ નગરસેવકો વચ્ચે ઉદાસીનતાનું વાતાવરણ ન રહે. શિવસેનાને એવો ડર પણ સતાવી રહ્યો છે કે ક્યાંક એકનાથ શિંદે ના શિવસૈનિકો મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાના પક્ષ કાર્યાલયનું કબજો પોતાની પાસે લઈ લે.

આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એવો પ્રસાદ મળ્યો, જે અત્યાર સુધી તે બીજાને પકડાવતી હતી. નાગપુરનું પાર્ટી કાર્યાલય શિંદે સેનાએ પચાવી પાડ્યું

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version