News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટે આજે શિવાજી પાર્ક મેદાન ખાતે શિવસેના દશેરા મહાસભા 2022 સંબંધિત અરજી પર સુનાવણી ધરાઈ હતી. લગભગ અઢી કલાકની દલીલો પછી, હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં દશેરા મહાસભાની મંજૂરી આપી છે. પરંતુ આ માટે અમુક સમય મર્યાદાની શરતો રહેશે. આ સાથે શિવસેનાના ઉદ્ધવ જૂથ તરફથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નહીં થાય તેવું વચન પણ લેવામાં આવ્યું છે. શિવસેનાના ઠાકરે જૂથે આ ગેરંટી આપી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે BMCએ રેલીને મંજૂરી ન આપીને પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો છે.
દરમિયાન, મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં શિવસેના દશેરાના મેળાવડાને લઈને બોમ્બે હાઈકોર્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથને મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એકનાથ શિંદે જૂથ વતી શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકર દ્વારા દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપ અરજીને ફગાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : હવાઈ મુસાફરો માટે કામના સમાચાર – મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તારીખે છ કલાક માટે રહેશે બંધ- જાણો શું છે કારણ
ઉદ્ધવ જૂથ વતી વકીલ અસ્પી ચિનોયે, મ્યુનિસિપલ કોર્પોરેશન વતી વકીલ મિલિંદ સાઠે અને શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર વતી વકીલ જનક દ્વાકરદાસે દલીલો કરી હતી.
મહત્વનું છે કે શિવસેના માટે શિવતીર્થ પરંપરાનો એક ભાગ છે. છેલ્લાં 56 વર્ષથી શિવસેનાએ કોવિડના 2 વર્ષ સિવાય દશેરા રેલી શિવાજી પાર્કમાં યોજી છે.