ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈની લોકલ ટ્રેનમાં અત્યાવશ્યક કર્મચારીઓ અને કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા નાગરિકોને પ્રવાસની પરવાનગી છે. ૧૮ વર્ષથી ઓછી વયના લોકોનાં રસીકરણ થયાં ન હોવાથી લોકલમાં પ્રવાસની છૂટ નથી. એથી શાળા-કૉલેજ જનારા વિદ્યાર્થીઓને પ્રવાસમાં અડચણ થઈ રહી છે. તેમની આ સમસ્યા હવે દૂર થશે. આજથી ૧૮ વર્ષથી ઓછી વયના લોકો રેલવે પ્રવાસમાં કરી શકશે. રાજ્ય સરકારના આદેશ બાદ મધ્ય અને પશ્ચિમ રેલવે આ નિર્ણય લીધો છે.
લોકલમાં પ્રવાસ કરવા માટે 18 વર્ષથી નીચેનાઓને માસિક પાસ જ મળશે, ટિકિટની સુવિધા નહીં મળે. તે પણ સ્પષ્ટ કરાયું છે. પાસ લેવા માટે વિદ્યાર્થીઓએ પુરાવા તરીકે આઇડી દેખાડવું પડશે. પ્રવાસ સમયે આઇડી અને પાસ બંને સાથે રાખવાં પડશે એવું રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
NCBના આ બાહોશ અધિકારીને મુંબઈ પોલીસનું તેડું, જાસૂસી પ્રકરણમાં થશે પૂછતાછ; જાણો વિગત
18 વર્ષથી નીચેનાં બાળકોને રસી આપવાનો રાજ્ય સરકારે હાલમાં જ નિર્ણય લીધો હતો. લોકલ પ્રવાસ માટે કોને કોને પરવાનગી છે આ બાબતે રાજ્ય સરકારે રેલવે સાથે ચર્ચા કરી હતી. અંતે વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને આજથી તેમને લોકલમાં પ્રવાસની પરવાનગી મળશે.