News Continuous Bureau | Mumbai
Anurag Singh Thakur: ભારત દેશ નાં યસસ્વી સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ( Narendra Modi ) ના કાર્યોએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે.
તેમના 75 કાર્યો ને , વ્યંગકાર રાજ પાટીલ ( Raj Patil ) દ્વારા પ્રકાશિત કરાયેલ છે. સ્ટાર રિપોર્ટ નાં એડિટર-ઈન-ચીફ હાર્દિક હુંડિયાના ( Hardik Hundia ) નેતૃત્વમાં મોદી રાજ મેં હાર્દિક ( Modi Raj Mein Hardik ) પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા વિકાસ અને રમતગમત નાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાએ અનુરાગ ઠાકુરને ત્રિરંગા દુપટ્ટા, સુવર્ણ પુષ્પ ટ્રોફી અને સ્ટાર રિપોર્ટ મેગેઝિનથી સન્માનિત કર્યા હતા. સ્ટાર રિપોર્ટ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત અને વ્યંગ ચિત્રકાર રાજ પાટીલ દ્વારા ચિત્રિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 75 કાર્યો દર્શાવતી કાર્ટૂન પુસ્તક મોદી રાજ મેં હાર્દિક નું 16મું કાર્ટૂન નું બુધવારે કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિમોચન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Swami Vivekananda: યુવાધનના અંતરમનને ઢંઢોળનાર અને તેમનામાં નવજાગૃતિનો પ્રાણ ફૂંકનાર દેશભકત સંન્યાસી સ્વામી વિવેકાનંદ
ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં કેન્દ્રીય મંત્રી શ્રી ઠાકુર મુંબઈના ( Mumbai ) પ્રવાસે છે અને ‘વિકસિત ભારત’ ( Viksit Bharat ) પર બોલી રહ્યા છે.
‘સંકલ્પ યાત્રા’નું પ્રતિનિધિત્વ કરે છે. દરમિયાન, જ્યારે તેમને સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત કાર્ટૂન પુસ્તક મોદી રાજ મેં હાર્દિક વિશે જાણ થઈ, ત્યારે તેમણે તેમની ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના પ્લેટફોર્મ પરથી પુસ્તકની સમીક્ષા કરી અને તેનું વિમોચન કર્યું.
શ્રી અનુરાગ ઠાકુરે મોદી રાજ મેં હાર્દિક વ્યંગચિત્ર વાળી કાર્ટૂન પુસ્તકની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ કાર્ટૂન વડાપ્રધાન મોદીજીના સફળ કાર્યોને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે અને તે દેશના દરેક નાગરિક સુધી પહોંચવું જોઈએ.’
આ દરમિયાન સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાની સાથે કો-એડિટર રશ્મિ દવે, જાગરણ જંકશનના એડિટર અને ક્રિએટિવ હેડ આશુતોષ ગુપ્તા, વરિષ્ઠ સંવાદદાતા શ્રદ્ધા રાયબન અને પ્રભુતા શુક્લા હાજર હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.