ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કપિલ શર્માથી નારાજ થઈ ગયા છે. ટીવી એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલા સ્મૃતિ ઈરાની ધ કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે આવવાના હતા, પરંતુ સિકયુરિટી ગાર્ડે ન ઓળખવાથી તેમને ગેટ પર રોકાવાને કારણે સ્મૃતિ ઈરાની ગુસ્સે થઈ ગયા અને શૂટિંગ કર્યા વિના જ પાછા ફર્યા. સ્મૃતિ ઈરાની અહીં તેમના પુસ્તક 'લાલ સલામ'ના પ્રચાર માટે આવ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના ડ્રાઈવર અને બે લોકોની ટીમ સાથે શોનું શૂટિંગ કરવા માટે સાંજે કપિલ શર્માના સેટ પર આવ્યાં હતાં. પ્રવેશદ્વાર પર પહોંચ્યા ત્યારે, ત્યાંના સુરક્ષા ગાર્ડ તેમને ઓળખી શક્યો નહીં. સ્મૃતિ ઈરાનીએ તેને કહ્યું કે સેટ પર તેમને એપિસોડ શૂટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ આ શોના સ્પેશિયલ ગેસ્ટ છે. આના પર ગાર્ડે કહ્યું, 'અમને કોઈ ઓર્ડર મળ્યો નથી, માફ કરશો મેડમ, તમે અંદર ન જઈ શકો.'
સ્મૃતિએ લાંબા સમય સુધી સમજાવ્યા બાદ પણ ગાર્ડ માન્યો નહિ. તે જ સમયે Zomatoનો ડિલિવરી બોય આવ્યો, ગાર્ડે તેને કંઈપણ પૂછ્યા વગર જવા દીધો. ડિલિવરી બોય કલાકારો માટે ફૂડ પેકેટ્સ પહોંચાડવા અંદર આવ્યો હતો. આ ઘટના જોઈને કેન્દ્રીય મંત્રી ખૂબ ગુસ્સે થઈ ગયા.
શેરબજારમાં કમાણીની તકઃ દેશની સૌથી મોટી ખાનગી ઈન્શોરન્સ કંપની લાવી રહી છે IPO, આ કંપનીમાં છે રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ.
જોકે ઘણા લોકો કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટ કીપર વચ્ચે થઈ હતી. કપિલ શર્મા અને સ્મૃતિ ઈરાનીને આ વાતની જાણ નહોતી. જોકે, કપિલ અને તેની પ્રોડક્શન ટીમને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સેટ પર હંગામો મચી ગયો હતો. આ પછી પ્રોડક્શન ટીમે સ્મૃતિ ઈરાની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે શૂટિંગ રદ કરવું પડ્યું.
જ્યારે સિક્યોરિટી ગાર્ડને ખબર પડી કે તેણે જેને પ્રવેશતા અટકાવ્યા તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે. તો તે ગભરાઈને સેટ પરથી ભાગી ગયો. તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.
સ્મૃતિ ઈરાનીએ સત્ય ઘટના પર રોમાંચક પુસ્તક 'લાલ સલામ' લખ્યું છે. આ પુસ્તકને પૂર્ણ કરવામાં તેમને લગભગ 10 વર્ષ લાગ્યાં. આ પુસ્તકના પ્રમોશન માટે તેઓ કપિલ શર્માના શોમાં આવ્યાં હતાં.