Site icon

Mumbai: મુંબઈમાં યુપી પેટર્ન. જે ધમાલીયાઓએ મીરારોડમાં રામ ભક્તો પર પથ્થર વરસાવ્યા હતા તેમની દુકાનો પર ચાલ્યું બુલડોઝર, જુઓ વિડિઓ …

Mumbai: મુંબઈના મીરા રોડ પર સાંપ્રદાયિક હિંસા પછી, પોલીસે હવે એક્શનમાં આવી છે. તેમણે અત્યાર સુધી આ મામલામાં 15 લોકોની ધરપકડ કરી છે. અને યુપીના તર્જ પર બુલડોઝર વડે ગેરકાયદે બાંધકામ પર પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

UP Pattern in Mumbai. Bulldozers on the shops of those who pelted stones on Ram devotees in Mira Road.

UP Pattern in Mumbai. Bulldozers on the shops of those who pelted stones on Ram devotees in Mira Road.

 News Continuous Bureau | Mumbai

Mumbai: સીએમ આદિત્યનાથ યોગીની તર્જ પર મુંબઈના મીરા રોડના ( Mira Road ) નયા નગરમાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝરની ( bulldozer ) કાર્યવાહી કરવામાં આવી છે. મીરા રોડમાં ધમાલીયાઓ સામેની આ કાર્યવાહી ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. વાસ્તવમાં, મીરા રોડ વિસ્તારમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન હિંસાના સમાચાર હતા. રિપોર્ટ અનુસાર, 21 જાન્યુઆરીની રાત્રે બદમાશોએ વાહનોમાં તોડફોડ ( Vehicle vandalism ) કરી હતી અને રામનામના નારા લગાવી રહેલા લોકોને માર માર્યો હતો. 

Join Our WhatsApp Community

ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મામલાની માહિતી મળતાં જ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) કહ્યું હતું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ( Illegal constructions ) ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. પોલીસે ઘટનાના 48 કલાકમાં જ આ મામલે કાર્યવાહી શરુ કરી હતી. આ વિસ્તારમાં હજુ પણ પોલીસ તૈનાત છે. કોઈ હિંસા ન ફેલાય તે માટે પોલીસ દ્વારા કડક તકેદારી રાખવામાં આવી રહી છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફ્લેગ માર્ચ પણ હાથ ધરી છે.

અહેવાલ મુજબ દેવેન્દ્ર ફડણવીસે તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેના એક દિવસ બાદ MMR ઉપનગરમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પોલીસ અને સુરક્ષાકર્મીઓ બુલડોઝરને લઈ જતા જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશને ફૂટપાથ પર કામચલાઉ દુકાનો અને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા છે.

 થાણે જિલ્લામાં પણ રામ ભક્તોના એક સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો..

નોંધનીય છે કે, 21 જાન્યુઆરીની રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણ બાદ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે આ વિવાદ શરૂ થયો હતો. જ્યારે મીરા રોડના નયા નગર વિસ્તારમાં હિન્દુ સમુદાયના કેટલાક લોકોએ રામનામના નારા લગાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ED Raid: પશ્વિમ બંગાળમાં ફરીથી EDની મોટી કાર્યવાહી… અધિકારીઓ 24 CRPF વાહનો સાથે આ TMC નેતાના ઘરે પહોંચી..

આ ઉપરાંત સોમવારે સાંજે થાણે જિલ્લામાં પણ રામ ભક્તોના એક સરઘસ પર પથ્થરમારો ( stone pelting )  કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં હિંસાની આ બીજી ઘટના છે. આ હુમલામાં સરઘસમાં સામેલ લોકો અને ફરજ પરના પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જે બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ સહી લેવામાં આવશે નહી.. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલ મીરા રોડ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે મીરા રોડ પર રહેતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું પણ અપીલ કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Exit mobile version