ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
ભીમા કોરેગાંવ પ્રકરણમાં અટકમાં લેવાયેલા ૮૨ વર્ષના વરવર રાવ ને જામીન મળી ગયા છે. જામીન માટે તેમના વકીલે દલીલ કરી હતી કે મોટી ઉંમર તેમજ કોરોના થઈ ગયો હોવાને કારણે તેમને ઈલાજ માટે જામીન મળવા જોઈએ.
અત્યારે આ વ્યક્તિ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ લઈ રહ્યો છે. તેમના વકીલે દલીલ કરી હતી કે ઊંચી ઉંમરને ધ્યાનમાં લેતા સહાનુભૂતિ કેળવીને કોર્ટે તેમને જામીન આપવા જોઇએ. બીજી તરફ એનઆઈએ એ આ જામીનનો સખત વિરોધ કર્યો હતો. વરવર રાવ ને 50000 રૂપિયા ના જામીન મળ્યા છે જે એક મહિના માટે છે.
