ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ છે તેમ છતાંય રસ્તા પરથી ટ્રાફિકજામ ઓછો થતો નથી. લોકો ગાડી લઈને રસ્તા પર નીકળી પડે છે અને પોલીસને મનફાવે તેમ બહાનું આપે છે.
આ પરિસ્થિતિમાં ટોલ નાકા થી માંડીને ચેકનાકા સુધી તમામ જગ્યાએ ટ્રાફિક ભેગો થઈ જાય છે.
હવે મુંબઈ શહેરમાં ત્રણ કલર ના સ્ટીકર વાહન પર લગાડવા ફરજિયાત કરવામાં આવ્યું છે.
૧. લાલ રંગનું સ્ટીકર – આ સ્ટીકર માત્રને માત્ર ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ લગાડી શકશે
૨. લીલા રંગનું સ્ટીકર – આ સ્ટીકર માત્રને માત્ર ફળ અને શાકભાજી વિક્રેતા લગાડી શકશે
૩. પીળા રંગનું સ્ટીકર – આ સ્ટીકર માત્રને માત્ર એ લોકો લગાડી શકશે જેઓ અતિ આવશ્યક સુવિધાઓ પૂરી પાડતા હોય.
શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.
આ તમામ સ્ટીકર વ્યક્તિએ પોતાની કેટેગરી નક્કી કરી અને જાતે લગાડવાના છે. આ માટે ના સ્ટીકર પોલીસ સ્ટેશનથી પોલીસ વિભાગ આપશે. તેના આધારે પોલીસ વિભાગ તમારા વાહન ને ઓળખી લેશે. જો કોઈ વ્યક્તિ આ સંદર્ભે ખોટું સ્ટીકર લગાડશે તો તેની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ફોટો સ્ટીકર લગાડવા બદલ ધારા 149 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આમ હવે ટ્રાફિકમાં બેફામપણે બહાર નીકળતી ગાડીઓ પર લગામ લાગશે.