News Continuous Bureau | Mumbai
મુંબઈ નજીક સસ્તામાં ઘર ખરીદવા ઈચ્છુકો માટે સુવર્ણ તક છે. મ્હાડા તરફથી બહુ જલદી 1200 ઘરની લોટરી કાઢવામાં આવવાની છે. આગામી મહિનામાં આ લોટરી કાઢવામાં આવવાની છે.
મ્હાડાના કોંકણ મંડળ તરફથી આ લોટરી કાઢવામાં આવાની છે. તેથી આ ઘર મુંબઈ નજીકના શહેરોમાં હશે. આ ઈમારતનું બાંધકામ ખાનગી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે. મ્હાડાની આ લોટરીના ઘર થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, વસાઇ-વિરાર મહાપાલિકાની હદમાં આ ઘર છે.
આ સમાચાર પણ વાંચો : બાળ વેક્સિન બાબતે મુંબઈના વાલીઓ નિરુત્સાહી છે. પહેલા દિવસે ફક્ત આટલા કિશોરોએ વૅક્સિન લીધી
રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પરવડી શકે તેવા ઘર માટે 20 ટકા યોજના ચાલુ કરી છે. આ યોજના મુજબ 10 લાખથી વધુ લોકસંખ્યા ધરાવતી પાલિકા ક્ષેત્રમા 4000 ચોરસમીટર અને તેના કરતા વધુ ક્ષેત્રફળમાં બાંધકામ થનારા હાઉસિંગ પ્રોજેક્ટમાં 20 ટકા ઘર રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ઘર મ્હાડાને આપવામાં આવ્યા છે. આ ઘર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રિર્ઝવ રાખવામાં આવ્યા છે.
મ્હાડાના કોંકણ બોર્ડ દ્વારા ગયા વર્ષે 14 ઓક્ટોબરના 8,984 ઘરની લોટરી કાઢવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો સિડકો પર 1900 ઘરની મહાગૃહનિર્માણ યોજના જાહેર કરી છે. 26 જાન્યુઆરીના 5,700 ઘરની લોટરી કાઢવામાં આવી હતી. તેમાં હવે મ્હાડાના વધુ 1900 ઘરનો ઉમેરો પડવાના છે.