News Continuous Bureau | Mumbai
મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) ટુ વ્હીલર(Two wheeler) પર પીલીયન રાઈડરો(Pillion riders) માટે પણ હેલ્મેટ(Helmet) પહેરવું ફરજિયાત કરી નાખ્યું છે. સોશિયલ પ્લેટફોર્મ(Social platform) પર પર ટ્રાફિક પોલીસે(Traffic police) હેલમેટ પહેરી ન હોવાનો ફોટા એક જાગૃત નાગરિકે પોસ્ટ કર્યા હતા, તેને જોઈને નારાજ થયેલા નાગરિકોએ પોતાનો રોષ સોશિયલ મીડિયા(Social media) પર ઠાલવ્યો હતો અને ટ્રાફિકના નિયમનો(Rules of traffic) ભંગ કરનારા પોલીસને સામે કાર્યવાહી નથી થતી તો સામાન્ય નાગરિકોને પણ દંડવાનું બંધ કરો એવી માગણી સાથે સોશિયલ મીડિયા પર ધડાધડ ટ્વીટ થવા માંડી હતી.
સોશિયલ મીડિયા પર એક યુઝરે અંધેરી (વેસ્ટ)માં(Andheri) વીરા દેસાઈ રોડ જંકશન(Veera Desai Road Junction) પર ગુંડેચા સિમ્પની પાસે ટ્રાફિક પોલીસ સ્કૂટર ડબલ સીટ પર જઈ રહ્યા હતા અને તેમા પાછળ બેઠેલા પોલીસે હેલ્મેટ પહેરી નહોતી એવો ફોટો સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર(Twitter) પર પોસ્ટ કર્યો હતો અને મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડેને(Sanjay Pandey) પણ તેમણે આ બાબતે સવાલ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ માથે પાણીકાપનું સંકટ- સાતેય જળાશયોમાં માત્ર આટલા ટકા પાણીનો સ્ટોક- જાણો વિગત
Is there No rules for cops request @CPMumbaiPolice @sanjayp_1 to look into it location veera desai junction near gundecha sympony near country Club @MNCDFbombay @RoadsOfMumbai pic.twitter.com/zLuJybPLqa
— Ashraf Sadiq Adenwala (@AdenwalaAshraf) June 18, 2022
આ ફોટો જોઈને તમામ યુઝરો ટ્રાફિક પોલીસ સામે તૂટી પડયા હતા. નાગરિકોને પાઠ ભણાવનારા અને દંડનારા પોલીસની સામે કેમ પગલા લેવામાં આવતા નથી પોલીસ માટે કેમ નિયમ અલગ છે? પોલીસને દંડ ફટકારી શકતા નથી તો સામાન્ય નાગરિકને દંડવાનું બંધ કરો એવી માગણી સાથે લોકોએ ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. નાગરિકોને નિયમનું પાલન કરવાનો પાઠ ભણાવનારા ટ્રાફિક પોલીસ જ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘ કરી રહ્યા છે, તો તેમને શું સજા કરશો એવા સવાલ પણ લોકોએ મુંબઈ ટ્રાફિક પોલીસને કરવા માંડ્યા હતા.
લોકોના રોષને જોઈને મુંબઈ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર જવાબ આપતા કહ્યું કે સંબંધિત સામે મુંબઈ ટ્રાફિક વ્હીકલ એક્ટ સેક્શન(Mumbai Traffic Vehicle Act Section) 129/194 (D) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે જ્યારે પોલીસે કાર્યવાહી ની બાહેધરી આપી છે ત્યારે લોકો કાર્યવાહીના કાગળીયા માંગી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈમાં ટુ વ્હીલર ડ્રાઈવ કરનારાની સાથે જ પીલીયન રાઈડર(Pillion Rider) એટલે કે પાછળ બેસનારા માટે પણ હેલમેટ પહેરવી ફરજિયાત કરી નાખી છે. પોલીસે 25 મેના તે મુજબનો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. આ નિયમ 25 મે,ના 15 દિવસ બાદથી અમલમાં આવશે. ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારાને માટે દંડની જોગવાઈ કરી છે. જેમાં ટુ વ્હીલર ચલાવનારાએ હેલમેટ નહીં પહેરી હોય તો તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અથવા 15 દિવસ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ જ દંડની જોગવાઈ પીલીયન રાઈડર માટે પણ હશે.