ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
પાણીનાં બિલ સમયસર નહીં ચૂકવનારા પાસેથી મુંબઈ મહાનગરપાલિકા દંડ વસૂલ કરે છે, ત્યારે લાંબા સમયથી પાણીનાં બિલ નહીં ચૂકવનારા ડિફૉલ્ટરો માટે રાહતના સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવે નહીં ત્યાં સુધી બાકી રહેલાં બિલ પર વધારાનો કોઈ દંડ વસૂલ નહીં કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. આ છૂટ પહેલી જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2021 સુધી અભય યોજના હેઠળ વધારાવામાં આવી છે.
અરે વાહ, શું વાત છે! પ્રથમ દિવસે આટલા હજાર મુંબઈગરાઓએ કઢાવ્યા પાસ, સૌથી વધુ વેચાણ મધ્ય રેલવેએ કર્યું
કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ માથા પર હજી પણ ત્રીજી લહેરનું સંકંટ છે. એમાં પાછું કોવિડકાળમાં અનેક લોકોના નોકરીધંધા છૂટી ગયા છે. એથી તેમના પર પહેલાંથી આર્થિક સંકટ છે, એથી તેઓ સમયસર પાણીનાં બિલ ભરી શક્યા નથી. પાણીનાં બિલ મોડા ભરનારા લોકોની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જોકે કોરોનાકાળમાં પાલિકાએ આ દંડની એટલે કે વધારાની રકમ હાલ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે. પાલિકાએ જોકે અગાઉ પણ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2021 સુધી રાહત આપી હતી. હવે કોરાનાની ત્રીજી લહેર પૂરી થાય નહીં ત્યાં સુધી આ સગવડ ચાલુ રાખવાનો નિર્ણય પાલિકાની સ્થાયી સમિતિએ લીધો છે.