Site icon

મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

Maharashtra Water Supply: 20 percent water shortage crisis on Mumbai; The municipal administration will take a decision after September 15

Maharashtra Water Supply: 20 percent water shortage crisis on Mumbai; The municipal administration will take a decision after September 15

News Continuous Bureau | Mumbai

આવતા અઠવાડિયામાં 24 કલાક માટે મુંબઈ(Mumbai)ના પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈ(South Mumbai)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(water supply) બંધ રહેવાનો છે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે. તેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ ઉપનગરમાં વિદ્યાવિહારમાં મહાનગરપાલિકા કોલોની પાસેના સોમૈયા નાળા નીચેથી માઈક્રો ટનલિંગ પદ્ધતિએ પાણીની પાઈપલાઈન(wter pipeline)ને વળાવવાનું કામ કરવામાં આવવાનું છે. પહેલા તબક્કાનું કામ બુધવાર, ૧૮ મે, ૨૦૨૨ના સવારના ૧૦ વાગ્યે ચાલુ થશે. જે ગુરુવાર, ૧૯ મે, ૨૦૨૨ના સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે તો શહેરના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.

આ સમાચાર પણ વાંચો:  સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં ‘એલ’ વોર્ડ કુર્લાના રાહુલ નગર, એડવર્ડ નગર, પાનબજાર, વી. એન. પૂરવ માર્ગ, નેહરુ નગર, જાગૃતિ નગર, શિવસૃષ્ટિ નગર, એસ. જી. બર્વે માર્ગ, કસાઈવાડા પંપિંગ, હિલ માર્ગ, ચાફે ગલી, ચુના ભઠ્ઠી પંપિંગ સ્વદેશી મિલ માર્ગ વિસ્તારમાં સર્પૂણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

‘એન’ વોર્ડમાં ઘાટકોપર-રાજાવાડી, એમ. જી. રોડ, ચિત્તરંજન નગર કોલોની, આંબેડકર નગર, નીલકંઠ વેલી, રાજાવાડી હોસ્પિટલ એરિયા, વિદ્યાવિહાર સ્ટેશન, ઓ.એન.જી.સી. કોલોની, મોહન નગર, કુર્લા ટર્મિનસ રોડ, ઓઘડ ભાઈ રોડ, આનંદી રોડ, રામજી આશર રોડ વિસ્તારમાં પણ સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

‘એમ-પશ્ચિમ’ વોર્ડ ચેંબુરના ટિળક નગર, ઠક્કર બાપ્પા કોલોની, વત્સલાનાઈક નગર, સહકાર નગર, આદર્શ નગર, રાજા મિલિંદ નગર, રાજીવ ગાંધી નગર, કુટીરમંડળ, સમ્રાટ અશોક નગર વગેરે વિસ્તારમાં પાણીપુરવઠો સંર્પૂણપણે બંધ રહેશે.

‘એફ-ઉત્તર’ વોર્ડ વડાલામાં વડાલા ટ્રક ટર્મિનલ, ન્યુ કફ પરેડ, પ્રતીક્ષા નગર, પંચશિલ નગર, સાયન (પૂર્વ) અને (પશ્ચિમ), સાયન કોળીવાડા, સંજય ગાંધી નગર, કે. ડી. ગાયકવાડ નગર, સરદાર નગર, ઇન્દિરા નગર, વડાલા મોનોરેલ ડેપો વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

 ‘એફ-દક્ષિણ’ વોર્ડમાં દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, જગન્નાથ ભાતનકર માર્ગ, બી.જે. દેવરૂખકર માર્ગ, ગોવિંદજી કેણે માર્ગ, હિંદમાતામાં પાણી પુરવઠો બંધ રહેશે.

તો દક્ષિણ મુંબઈના પરેલ, લાલબાગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ડૉ. એસ. એસ. રાવ માર્ગ, દત્તારામ લાડ માર્ગ, જીજીભોય ગલી, મહાદેવ પાલવ માર્ગ, સાને ગુરુજી માર્ગ, ગૅસ કંપની ગલી વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા દબાણ સાથે થશે.

આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, મળ્યું મોત.. પરિવારમાં શોકનો માહોલ

Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Exit mobile version