Site icon

મુંબઈમાં પાણી કાપ- આવતીકાલે આ વિભાગમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે- જાણો વિગતે.

Water supply to be disrupted in parts of city from March 27 to March 29

મુંબઈગરા પાણી સંભાળીને વાપરજો! અડધા શહેરમાં આ તારીખ સુધી પાલિકા મુકશે 15 ટકા પાણીકાપ.. જાણો શું છે કારણ

 News Continuous Bureau | Mumbai

મુંબઈવાસી(Mumbaikars)ઓ માટે આ મહત્વના સમાચાર છે. મુંબઈ દક્ષિણ એફ ડિવિઝન(south bombay F division)ના ઘણા વિસ્તારોમાં આવતીકાલે, એટલે કે મંગળવારે(water cut on tuesday) સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી આ વિસ્તારમાં પાણી પુરવઠો 24 કલાક માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

મુંબઈના દક્ષિણ વિસ્તારમાં પાણીને લઈને અનેક સમસ્યાઓ છે. ત્યાં પાણી પુરવઠો સુવ્યવસ્થિત કરવા માટે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. શિવડી બસ ડેપોની સામે 750 MM વ્યાસ અને 1500 MM વ્યાસની પાઇપલાઇનને 600 MM અને 450 MM વ્યાસની પાઇપલાઇન્સ સાથે જોડવામાં આવશે. આ કામ હાથ ધરવામાં આવવાના કારણે આવતીકાલે એફ સાઉથ વિભાગના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તો ઉત્તર અને દક્ષિણ વિભાગના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણે પાણી આપવામાં આવશે. તેવી માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)દ્વારા આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

મુંબઈના જે વિસ્તારમાં બંધ રહેશે તેમાં, હોસ્પિટલ વિભાગમાં કે. ઇ. એમ હોસ્પિટલ, વાડિયા હોસ્પિટલ, એમ. જી. એમ હોસ્પિટલનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. તેવી જ રીતે શિવડી કિલ્લા માર્ગ, શિવડી કોળી વાડા, ગાડી અડ્ડામાં પણ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. ગોલંજી ટેકરી વિસ્તારમાં આવેલ પરેલ ગામ, જી. ડી. આંબેકર માર્ગ, એકનાથ ઘાડી માર્ગ, પરેલ ગાંવ માર્ગ, ભગવંતરાવ પારલકર માર્ગ, વિજયકુમાર વાલીમ્ભે માર્ગમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આવતીકાલે અભ્યુદય નગર વિસ્તારના અભ્યુદય નગર, ઠોકરસી જીવરાજ માર્ગનો નો સમાવેશ થાય છે.

પાઈપલાઈનની કામગીરીના કારણે શહેરના ઉત્તર અને દક્ષિણ વિભાગના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી પુરવઠો આપવામાં આવશે. આ વિસ્તારોમાં લાલબાગ, ડો. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ડૉ. એસ. એસ. રાવ માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, ગેસ કંપની સ્ટ્રીટ અને જગન્નાથ ભટનકર માર્ગ, બી. જે. દેવરૂખકર માર્ગ, ગોવિંદજી કેની માર્ગનો સમાવેશ થાય છે. તેથી પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા મુંબઈ મહાનગરપાલિકા વતી અપીલ કરવામાં આવી છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version