Site icon

મુંબઈમાં 15 ટકા પાણી કાપ લંબાઈ જશે, મહિના બાદ પણ ભાતસાબંધમાં સમારકામના ઠેકાણા નહીં; જાણો વિગતે…

water will not come in many parts of Mumbai today

Mumbai News : ઉત્તર મુંબઈ સહિત મુંબઈના અનેક વિસ્તારમાં આજે પણ પાણી નહીં, સાંજે 6 વાગ્યે પાણી પુરવઠો પુનઃસ્થાપિત

 News Continuous Bureau | Mumbai

મુંબઈને પાણી પુરવઠો કરનારા ભાતસા બંધમાં વીજ ઉત્પાદન કેન્દ્રમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે હાલ સત્તાવાર રીતે 15 ટકા પાણી કાપ મુકવામાં આવ્યો છે. જોકે મોટાભાગના મુંબઈના વિસ્તારો 50થી 60 ટકા પાણીકાપ નો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો આવી રહી છે. ત્યારે ભાતસા બંધમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને લગભગ મહિનો થવા આવ્યો છતાં હજી સમારકામના ઠેકાણા નથી. તેથી મુંબઈગરાને ઉનાળામાં પાણીકાપ નો સામનો કરવો પડવાનો છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં ગયા વર્ષે ચોમાસુ સારું જવાથી તમામ જળાશયો છલકાઈ ગયા હતા. મુંબઈને પાણી કાપ વગર જુલાઈ સુધી પાણી પૂરું પાડી શકાય એટલો પાણીનો સ્ટોક સાતેય જળાશયમાં છે. છતાં છેલ્લા એક મહિનાથી મુંબઈગરા પાણીની અછત અનુભવી રહ્યા છે.

મુંબઈને લગભગ 50 ટકા પાણી પૂરું પાડનારા ભાતસા બંધમાં આવેલા વીજ ઉત્પાદન કેન્દ્રમાં મહિના પહેલા પાણી ઘુસી ગયા હતા. તેને કારણે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને પાણી પુરવઠાને ફટકો પડયો હતો. પાલિકે 15 ટકા કાપ મુકી દીધો હતો. તેની સામે વૈતરણા માંથી 200 મિલી મીટર વધારાનું પાણી ઉંચકવાની હતી. જોકે  હજી સુધી ના તો ભાતસામાં સમારકામના કોઈ ઠેકાણા છે, ન તો વૈતરણા માંથી વધારાનું પાણી ઉચેલવાનું ચાલુ કરવામાં આવ્યું.

આ સમાચાર પણ વાંચો : વાહ! દક્ષિણ મુંબઈના આ ખૂણા સુધી હવે મેટ્રો રેલ -3ને લંબાવવા આવશે, બજેટમાં ડેપ્યુટી સીએમે કરી જાહેરાત. જાણો વિગતે

તેને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં 15 નહીં પણ 50થી 60 ટકા જેટલો પાણીકાપ હોવાની મોટાભાગના વિસ્તારમાં ફરિયાદ આવી છે. તેમાં પણ દક્ષિણ મુંબઈના છેવાડા વિસ્તાર સહિત ઊંચાઈ પર આવેલા, ડુંગરાળ વિસ્તારમાં પાણીની ભયંકર અછત સર્જાઈ છે. ખાસ કરીને મલાડ, માલવણી, કુર્લા, કાંદીવલી, સાકીનાકા, ઘાટકોપર, ભાંડુપ, વિક્રોલી, મુલુંડ, વાશી નાકા અને ચેમ્બુર વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થઈ રહ્યો છે. 

પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ સમારકામમાં હજી થોડો સમય લાગવાનો છે. આ દરમિયાન પાલિકાની મુદત પૂરી થઈ જતા નગરસેવકોની ટર્મ પૂરી થઈ જતા તેઓની ફરિયાદ પણ પ્રશાસન હવે કાને ધરતી ન હોવાનું મોટાભાગના નગરસેવકોનું કહેવું છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version