News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) આવતા અઠવાડિયામાં ચાર દિવસ બપોરના ચાર કલાક માટે પાંચ ટકા પાણી કાપ(Water cut) મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન મુંબઈગરાને પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.
મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે 5% પાણી કાપ રહેશે. આ પાણી કાપને કારણે મુંબઈના એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-ઉત્તર, એલ, એમ-પૂર્વ, એમ-પશ્ચિમ, એન, એસ અને ટી વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠા(Water supply) પર અસર થશે.
પાલિકાના પાણીપુરવઠા(BMC water supply) ખાતાના જણાવ્યા મુજબ પીસે પાંજરાપુર સંકુલમાં પાંજરાપુર(Panjrapur) ખાતે 100 kV પાવર સબસ્ટેશનની જાળવણીનું કામ BMC દ્વારા મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી દરરોજ સવારે 11.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે હાથ ધરવામાં આવવાનું છે. તેથી, આ સમયગાળા દરમિયાન, પીસે પાંજરાપુર સંકુલમાંથી આવતા પાણી પુરવઠાને અસર થશે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈગરાને તણાવમુક્ત કરવા માટે BMC ચલાવશે યોગા કલાસિસ… જાણો વિગતે
પાલિકાના જણાવ્યાં મુજબ એન અને એસ વોર્ડના(BMC ward) પૂર્વ ભાગમાં, સંપૂર્ણ ટી વોર્ડ, એમ-પૂર્વ વોર્ડ, એમ-વેસ્ટ, એલ વોર્ડનો પૂર્વ ભાગ, બી, ઈ, એફ-નોર્થ, એફ-સાઉથ અને એ વોર્ડમાં પાણી પુરવઠામાં 5% નો ઘટાડો થશે.
ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક(Water stock) રાખવા પાલિકાએ અપીલ કરી છે.