Site icon

હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા 

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત વરસાદે એન્ટ્રી કરી છે. મુંબઈમાં સોમવારથી સતત વરસાદ (Heavy rainfall) પડી રહ્યો છે. તેને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં (reservoirs) ભરાઈ ગયા છે. મંગળવાર સવારના જળાશયમાં 99.32 ટકા પાણી ભરાઈ ગયું છે. તેને કારણે મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી ગઈ છે.

Join Our WhatsApp Community

મંગળવારે સવારના સાતેય જળાશયોમા 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક( Water stock) જમા થઈ ગયો છએ. જે લગભગ 99.32 ટકા કહેવાય છે. મુંબઈ સહિત થાણે જિલ્લામાં(Thane district) સતત વરસાદ પડી રહ્યો છે. તેથી મોડી રાત સુધીમાં તમામ જળાશયો પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે.
મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમી કુલ ક્ષમતા 14,47,363 મિલિયન લિટરની ક્ષમતા સામે મંગળવારે સવારના 14,37,467 મિલિયન લિટર પાણી છે. આ પાણી આવતા વર્ષ સુધી ચાલશે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંથી થાય છે, જેમાં અપર વૈતરણા(Upper Vaitarna), મોડક સાગર(Modak Sagar), તાનસા(tansa), મધ્ય વૈતરણા(Madhya Vaitarana), ભાતસા(Bhatsa), વિહાર(Vihar) અને તુલસીનો સમાવેશ થાય છે.  આ જળાશયો મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન(Sanjay Gandhi National Park) અને થાણે અને પાલઘર જિલ્લાઓમાં આવેલા  છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

મંગળવારે સવારે સાતમાંથી ચાર જળાશયો મોડક સાગર, ભાતસા, વિહાર અને તુલસીમાં 100 ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો હતો. મુંબઈ મહાનગરપાલિકા(BMC) દરરોજ 3,850 મિલિયન લિટર પાણી પુરું પાડે છે જ્યારે શહેરની લગભગ 4,400 મિલિયન લિટરની માંગ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી  સાત તળાવોના કેચમેન્ટ એરિયામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ વરસાદ 8 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરની વચ્ચેના 24 કલાક દરમિયાન 468 મિમી અને ત્યાર બાદ 7 થી 8 સપ્ટેમ્બર વચ્ચેના 24 કલાક દરમિયાન 382 મિમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તળાવોમાં 49 મીમી વરસાદ નોંધાયો છે.

મોડક સાગર  સૌ પહેલા 13મી જુલાઈએ, તુલસી 16મી જુલાઈએ અને વિહાર 11મી ઓગસ્ટે ઓવરફ્લો થવા લાગ્યું હતું. તાનસા 14 જુલાઈના રોજ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. થાણેનો ભાતસા ડેમ, જે શહેરની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાતના 55 ટકા પૂરો પાડે છે, તે હવે 100 ટકા ભરાઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો લ્યોચૂનો

Thane Building Slab Collapse: થાણેમાં મોટી દુર્ઘટના: જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડતા ૩ રહીશો ઘાયલ; ‘નૂતન નીલમ’ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા આદેશ..
Stock Market Scam Mumbai: મલેશિયન એમ્બેસીના ઓફિસર સાથે ₹૭૯ લાખની છેતરપિંડી: શેરબજારમાં રોકાણના નામે ખેલ ખેલાયો; કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ..
Mithibai College Student Bravery: મિઠીબાઈ કોલેજની વિદ્યાર્થિનીનું અદભૂત સાહસ: છેડતી કરનાર શખ્સને પકડીને કોલેજ કેમ્પસમાં ખેંચી લાવી; જુહુ પોલીસે કરી ધરપકડ
Kandivali Drug Raid: કાંદિવલીમાં ડ્રગ્સ માફિયાઓ પર ધારાસભ્ય યોગેશ સાગરની લાલ આંખ: પાન શોપ્સના ઓથા હેઠળ ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ.
Exit mobile version