News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. જોકે મુંબઈમાં આજે સવારથી વરસાદનું જોર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. આ ઉપરાંત વરસાદી માહોલ સાથે વિઝિબ્લીટી(Visibility) પણ ઘટી છે. વિઝિબ્લીટી ઘટતા વાહનચાલક હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. પશ્ચિમી ઉપનગરોથી મુંબઈ શહેરમાં આવતા પશ્ચિમ એક્સપ્રેસ વે(Western Expressway) પર ભારે ટ્રાફિક(Traffic Jam)ની ભીડ જોવા મળી રહી છે. ધીમી ગતિએ ચાલતા વાહનોને કારણે આજે ઘણાને કામ પર પહોંચવામાં મોડું થઈ રહ્યું છે. જુઓ વિડીયો..
There are heavy rains in #Mumbai. Video of western expressway at 8.45 am. But life and #traffic keeps moving in Mumbai. #Mumbairains pic.twitter.com/SD3vYSXiJN
— Rahul Mahajani (@rahul_mahajani) September 16, 2022
આ સમાચાર પણ વાંચો : અંધેરી સબ-વે તરફ જનારા માટે મહત્વના સમાચાર- અહીં ભરાયા છે આટલા ફૂટ પાણી- જાણો વિગત