News Continuous Bureau | Mumbai
ગણપતિ વિસર્જનના દિવસે થતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે 9 થી 10 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ચાર જોડી વધારાની વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
આમ અનંત ચતુર્દશી પર ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ચોપાટી પર જતા ભક્તોને સુવિધા મળશે.
મહત્વનું છે કે ઘણા યાત્રાળુઓ મોડી રાત સુધી ગણરાયની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે.
આ સમાચાર પણ વાંચો : નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા
