News Continuous Bureau | Mumbai
Western Railway PLB Bonus: પશ્ચિમ રેલ્વે એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તેણે રેલ્વે બોર્ડની જાહેરાતના 24 કલાકમાં તમામ પાત્ર કર્મચારીઓને એટલે કે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને 143 કરોડ રૂપિયાના ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (PLB)ની 100% ચુકવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
પશ્ચિમ રેલવે ( Western Railway ) ના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, પશ્ચિમ રેલ્વેમાં કામ કરતા દરેક એટલેકે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (PLB) વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ એ છ મંડળો,તમામ કારખાનાઓ,એકમો અને હેડક્વાર્ટરના અધિકારીઓ અને કર્મચારીઓની અતૂટ પ્રતિબદ્ધતા અને અથાક પ્રયત્નોનો પુરાવો છે, જેમણે નિર્બાધ વિતરણ સુનિશ્ચિત કરવા માટે એકાઉન્ટ્સ વિભાગ સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કર્યું હતું. પશ્ચિમ રેલવેની આ સિદ્ધિ તેના કર્મચારીઓની ( Railway Employees ) પ્રતિબદ્ધતા અને તેમના કલ્યાણને પ્રાથમિકતા આપવાના સંકલ્પને રેખાંકિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 4th Day : નવલી નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સ્વરૂપનો મહિમા, પૂજા વિધિ અને મંત્ર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.