પશ્ચિમ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો

by kalpana Verat
Western Railway recovered Rs 146 crore fine by running ticket checking campaign

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે તમામ અધિકૃત મુસાફરોને મુંબઈ ઉપનગરીય લોકલ સેવાઓ, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને અટકાવવા માટે અવાર નવાર સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ, 2022 થી જાન્યુઆરી, 2023 દરમિયાન સંખ્યાબંધ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી,  જેના પરિણામે દંડ તરીકે રૂ. 146.04 કરોડની રકમ વસૂલવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન, 1.70 લાખ ટિકિટ વગરના/અનિયમિત ટિકિટ પેસેન્જરોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં બુક ન કરાવેલા સામાનના કિસ્સાઓ હતા અને દંડ તરીકે રૂ.10.46 કરોડની રકમ વસૂલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  બિહાર: JDU નેતાનું વિવાદાસ્પદ નિવેદન, આતંકવાદ સામે લડવા માટે આપી વિચિત્ર ફોર્મ્યુલા, ભડક્યું ભાજપ.

નોંધનીય છે કે એપ્રિલ, 2022 થી જાન્યુઆરી, 2023ના સમયગાળા દરમિયાન, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટવાળા મુસાફરો અને બુક ન કરાવેલા સામાનના કુલ 21.83 લાખ કેસ મળી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 13.68 લાખ કેસ મળી આવ્યા હતા, જે 59.58% વધારે છે.  આ મુસાફરો પાસેથી રૂ. 146.04 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 80.07 કરોડની સરખામણીએ 82.39 ટકા વધુ છે. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે અવાર નવાર સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવ ના પરિણામે, એપ્રિલ, 2022 થી અત્યાર સુધીમાં 37,800 થી વધુ અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ સામાન્ય લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

You may also like