News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Local train)માં મુસાફરી કરતી મહિલાઓ માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલવે(Western Railway) એ તેની તમામ નોન-એસી રેગ્યુલર લોકલ ટ્રેનોમાં વધારાના મહિલા કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. હાલના જનરલ કમ્પાર્ટમેન્ટને અપગ્રેડ કરવામાં આવશે. હાલમાં, મુંબઈ લોકલ ટ્રેનોમાં મહિલા સેકન્ડ ક્લાસ(ladies coach) માટે 25 વધુ બેઠકો નક્કી કરવામાં આવી છે. આ સુવિધા 8 ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું, “મહિલા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, અમે તમામ નોન એસી લોકલ ટ્રેનોમાં એક વધારાના લેડીસ કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કોચમાં મહિલા સેકન્ડ ક્લાસ(Ladies second class coach) માટે 25 વધુ સીટો નક્કી કરવામાં આવી છે. નવો કોચ હાલના મહિલા કોચની બાજુમાં જ અડીને આવેલો છે, એટલે કે ચર્ચગેટ છેડેથી 10મો, વિરાર છેડેથી 3જો.
આ સમાચાર પણ વાંચો : ઓલા-ઉબેરની જેમ હવે મુંબઈમાં બેસ્ટની પણ કેબ સર્વિસ આવશે- જાણો શું છે યોજના
ઉપલબ્ધ ડેટા મુજબ, પશ્ચિમ રેલ્વે પર મહિલા ટિકિટ ધારકોની ટકાવારી 24.38% થી વધીને 24.64% થઈ ગઈ છે. 2019 માં, પશ્ચિમ રેલવેએ બદલાતા સમય સાથે તાલમેલ રાખવા માટે તેના મહિલા કોચને અપડેટ કર્યા હતા. ત્યારે પશ્ચિમ રેલવેએ મહિલા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કોચનું આધુનિકીકરણ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે લોકલ ટ્રેનોમાં મહિલાઓની સીટ વધારવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. તે જ સમયે, આ મહિનાની શરૂઆતમાં, કેટલીક મહિલાઓ વચ્ચે લોકલ ટ્રેનમાં સીટને લઈને મારામારી થઈ હતી. તેમની વચ્ચેના ઝઘડાનો તે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ