News Continuous Bureau | Mumbai
રેલવેમાં પ્રવાસ કરનારાઓ પ્રવાસીઓના(Railway Passenegrs) મોબાઈલ, પર્સ વગેરે તડફાવી જનારા ચોરટાઓની ટોળકીને(Robbers) પકડી પાડવામાં વેસ્ટર્ન રેલ્વેના(Western railway) રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (PRF)ને સફળતા મળી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સીસીટીવી ફૂટેજની(CCTV Footage) મદદથી ઓપરેશન પેસેન્જર સુરક્ષા હેઠળ માત્ર બે દિવસમાં મોબાઈલ ફોન અને બેગ વગેરે સામાનની ચોરીમાં સંડોવાયેલા સાત ચોરોને પકડી પાડવામાં સફળતા મળી છે.
વેસ્ટર્ન રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ, રેલવે પ્રોટેક્શન ફોર્સ ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (CPDS) ની ટીમે તાજેતરમાં બોરીવલી સ્ટેશન(Borivali station) પર બે અલગ-અલગ કેસમાં બે શંકાસ્પદ મોબાઈલ ચોરોની ધરપકડ કરી હતી. અલગ-અલગ દિવસે રૂ. 18,000 થી વધુની કિંમતના ફોન અને રોકડની લૂંટ આ ચોરટાઓ દ્વારા કરવામાં આવી હતી. સ્ટેશનના સીસીટીવી ફૂટેજની મદદથી બંને ચોરોને પકડી લેવામાં આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપી(GRP) બોરીવલીને સોંપવામાં આવ્યા હતા.
અન્ય કેસમાં 10મી મે, 2022ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ CPDS ટીમે ચર્ચગેટ સ્ટેશન(Churchgate) પર ત્રણ અલગ-અલગ કેસમાં 5 શંકાસ્પદ ચોરોને પકડવામાં સફળતા મેળવી હતી જ્યાં અલગ-અલગ દિવસોમાં 73,000 રૂપિયાથી વધુની કિંમતના બે મોબાઈલ ફોન અને એક લેપટોપની ચોરી થઈ હતી. તમામ શકમંદોને સીસીટીવી ફૂટેજની મદદથી પકડી લેવામાં આવ્યા હતા અને આગળની કાનૂની પ્રક્રિયા માટે જીઆરપી ચર્ચગેટને સોંપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં એક દાયકામાં આગનાં 1500 બનાવઃ બહુમાળીય હાઉસિંગ સોસાયટીઓની બેદરકારી, મુંબઈની હાઉસિંગ સોસાયટીઓનાં ઓડિટમાં આ વિગતો ફરજિયાત કરાશે..
સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ વેસ્ટર્ન રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે વિભાગના તમામ મુખ્ય સ્ટેશનો પર એક વિશેષ ગુના નિવારણ અને તપાસ ટુકડી (CPDS) ની રચના કરી છે જે ગુનેગારોને પકડવા માટે સુત્રોની માહિતી એકત્રિત કરીને કામ કરે છે. તેની ટીમો CCTV ફૂટેજમાંથી માહિતી એકઠી કરે છે અને સ્ટેશનો અને તેની આસપાસના બ્લેક સ્પોટનું વિશ્લેષણ કરે છે અને ભૂતકાળના અપરાધીઓના રેકોર્ડ જાળવે છે. માત્ર બે દિવસમાં, RPF CPDS ટીમોએ 5 કેસમાં ચોરોને પકડીને આગળની કાનૂની પ્રક્રિયા માટે GRPને સોંપ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવેના આરપીએફએ 2022ની સાલમાં અત્યાર સુધીમાં 155 ચોરો અને 13 લૂંટના આરોપીઓને પકડ્યા છે.