News Continuous Bureau | Mumbai
લોકલ ટ્રેનમાં(local train) ચઢતાં સમયે મોબાઈલ ચોરી(Mobile theft) થવાના બનાવ વધી ગયા છે. ત્યારે ચોરને સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી પકડી પાડવામાં વેસ્ટર્ન રેલ્વેના(Western Railway) રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને સફળતા મળી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ દાદર સ્ટેશનથી(Dadar station) ટ્રેનમાં ચડતી વખતે મોબાઇલ ચોરીના બે અલગ-અલગ બનાવો નોંધાયા હતા. દાદરના RPFના કોન્સ્ટેબલ સંજય સિંહ, સંજીવ લાંબા અને પ્રદીપ ચૌધરીની બનેલી ટીમે CCTV ફૂટેજની મદદથી ઘટનાઓનું વિશ્લેષણ કર્યું. ફૂટેજના સંપૂર્ણ પૃથ્થકરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિની જાણ થઈ. CCTV ફૂટેજની મદદથી શંકાસ્પદની હિલચાલને મેપ કરવામાં આવી હતી, તેમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા સ્ટેશન(Bandra station) પર ઊતરે છે.
આ સમાચાર પણ વાંચો : મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગારને પકડી પાડવામાં બોરીવલી એમ-એચ-બી-પોલીસ સફળ- જાણો વિગત
શહેરના અન્ય વિસ્તારના CCTV કેમેરાની વધુ તપાસ કરવા પર, બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાંથી એક બાતમીદારની મદદથી શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિએ તેનું નામ રાકેશ શ્યામ ગુંજર (33 વર્ષ) હોવાનું જણાવ્યું હતું અને તે અંધેરી પૂર્વમાં ફૂટપાથ પર રહેતો હતો. પૂછપરછ દરમિયાન તેણે બંને કેસના મોબાઈલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આ વ્યક્તિ સામે ભૂતકાળમાં ચોરીના અન્ય ઘણા કેસ નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપી(GRP) મુંબઈ સેન્ટ્રલને(Mumbai Central) સોંપવામાં આવ્યો હતો.