News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો ની વચ્ચે બ્રિજ સંખ્યા 20 ના સાઉથ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 11/12 એપ્રિલ, 2025 અને 12/13 એપ્રિલ, 2025 ની મધ્યરાત્રિએ (II ફેઝ) મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે:-
Western Railway : શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:-
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 12902 અમદાવાદ–દાદર ગુજરાત મેલ પાલઘર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 11 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 12 એપ્રિલ 2025 ની ટ્રેન સંખ્યા 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Western Railway : શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:-
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Western Railway : રિશેડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો :-
- 12 એપ્રિલ 2025 ની ટ્રેન સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ને એક કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:40 વાગ્યે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ને 15 મિનિટ માટે રિશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ થી 06:15 વાગ્યે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ને 10 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:30 વાગ્યે ઉપડશે.
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ને 03:20 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 09:00 વાગ્યે ઉપડશે.
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ને 02:50 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 08:50 કલાકે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ને 01.30 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન લાલગઢથી 09.25 કલાકે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01:30 કલાક રેગ્યુલેટ (મોડી) થશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.