News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન ( Mumbai Division ) પર વિરાર-વૈતરણા સેક્શન ( Virar-Vaitarna section ) વચ્ચે બ્રિજ નંબર 90 પર સ્ટીલ ગર્ડરને PSC સ્લેબ સાથે બદલવા માટે બ્લોક ( Block ) લેવામાં આવશે. આ બ્લોક 24/25 મે, 2024ની મધ્યરાત્રિના 22.50 કલાકથી 04.50 કલાક સુધી રહેશે. આ બ્લોકને કારણે અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રિશેડ્યૂલ/રેગ્યુલેટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
Western Railway: રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો ( Express Train )
- 24 મે, 2024 ની ટ્રેન નંબર 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે.
- 24 મે, 2024 ની ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોક શક્તિ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
- 24 મે, 2024 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક 15 મિનિટ રેગ્યુલેટ થશે.
- 24 મે, 2024 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 03 કલાક રેગ્યુલેટ થશે.
- 24 મે, 2024 ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
- 23 મે, 2024ની ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અમરાપુરા અરાવલી એક્સપ્રેસ 02 કલાક 15 મિનિટ રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર 14707 બિકાનેર-દાદર રાણકપુર એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 કલાક મોડી દોડશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Water Cut: પાણી સાચવીને વાપરજો.. વર્લી, લોઅર પરેલ, કરી રોડમાં આવતીકાલે વહેલી સવારે મુકાશે પાણીકાપ ; જાણો કારણ..
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખીને તેમની યાત્રા કરે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.