News Continuous Bureau | Mumbai
મુંબઈથી અમદાવાદ જનારાઓની માનીતી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગરમાં હંગામી ધોરણે વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવવાનો છે. વિસ્ટા ડોમ કોચના કારણે કાચની બારી હોવાથી પ્રવાસીઓ ટ્રેનની બહારનો અદભુત નજારો માણી શકશે.
અગાઉ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેન ( ટ્રેન 12009-12010)ને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે. હવે આ ટ્રેનમાં અગિયારમી એપ્રિલથી દસમી મે સુધી હંગામી ધોરણે માટે એક વિસ્ટા કોચ જોડવામાં આવવાનો છે. એટલે કે આ કોચની બારી તથા છત કાચની રહેશે. જ્યારે ટ્રેનમાં બેઠક વ્યવસ્થા પર રિવોલ્વિંગ ચેરકાર તથા ઓબ્ઝર્વેશન લાઉન્જ પણ રાખવામાં આવશે. જેથી પ્રવાસીઓ ટ્રેનની બહારના કુદરતી દ્શ્યો જોઈ શકે.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલીના ચારકોપરમાં આ વખતે ફ્રી સ્ટ્રીટ. જાણો ક્યાં છે ફ્રી સ્ટ્રીટ અને શું છે કાર્યક્રમ.
શતાબ્દી એક્સપ્રેસના વિસ્ટા ડોમ કોચમાં રિર્ઝવેશનના ઉદેશ્યથી ટ્રેનનો નવો નંબર 02009-02010 લાગુ પડશે. જોકે વિસ્ટા ડોમ કોચનું બુકિંગ ટ્રેન નંબર 02009-02010 નંબરથી મળશે. નવમી એપ્રિલથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે. આ કોચનું ભાડું જોકે વધારે રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવેએ આ અગાઉ અમદાવાદ-કેડિયા વચ્ચેની ટ્રેનમાં પણ એક વિસ્ટા ડોમ કોચ જોડ્યો છે. જ્યારે સેન્ટ્રલ રેલવેમાં ચાર ટ્રેનમાં વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવ્યો છે.