News Continuous Bureau | Mumbai
મુંબઈગરાનો આજથી ટ્રેન પ્રવાસ(Train travel) વધુ ઠંડો બનવાનો છે. આજથી પશ્ચિમ રેલવેમાં(Western Railway) નવી આઠ સર્વિસીસ દોડાવવામાં આવવાની છે. તેને કારણે કુલ 48 એસી ટ્રેનના ફેરા વધશે.
એસી લોકલ ટ્રેનની(AC local train) ટિકિટના ભાડાંમાં(ticket fares) ઘટાડો કર્યા બાદ તેમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધી ગઈ છે. તેમાં હવે આજથી વધુ 8 નવી સર્વિસિસ ચાલુ કરવામાં આવવાની છે. તેથી અઠવાડિયામાં રોજ અપ અને ડાઉન લાઈનમાં ૪૮ સર્વિસ વધુ દોડશે.
ચર્ચગેટ-વિરાર કોરિડોરમાં(Churchgate-Virar corridor) નવી આઠ એસી લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જેમાં ચર્ચગેટ-બોરીવલી-ચર્ચગેટ, ચર્ચગેટ-ભાયંદર-ચર્ચગેટ તથા ડાઉન લાઈનમાં ચર્ચગેટ-વિરાર, ચર્ચગેટ-બોરીવલી, ચર્ચગેટ-મલાડ અને ચર્ચગેટ-ભાયંદર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ છત્રી- રેઇનકોટ સાથે જ રાખજો- મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો
એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડામાં ઘટાડો થવાની સાથે જ સિંગલ જર્નીમાં(single journey) ટ્રાવેલ કરવાનું વધી ગયું છે. હવે ધીમે ધીમે લોકો એસી લોકલ ટ્રેનના પાસ પણ કઢાવી રહ્યા છે. કોવિડ-૧૯ના તબક્કા પૂર્વે મુંબઈમાં એસી લોકલમાં ૧૫,૦૦૦ લોકો ટ્રાવેલ કરતા હતા, જેમાં ત્રણ ગણો વધારો થયો છે. પશ્ચિમ રેલવેમાં રોજના ૪૭,૭૦૦થી વધુ લોકો ટ્રાવેલ કરે છે.