News Continuous Bureau | Mumbai
ટેકનિકલ કારણથી(Technical issue) તેમ જ ટ્રેનો મોડી પડતી રોકવા માટે પશ્ચિમ રેલવેએ(Western railway) તેની અમુક બહારગામની ટ્રેનોને બાંદ્રા ટર્મિનસ (Bandra terminus)ને બદલે બોરીવલી સ્ટેશન(Borivali station) પર ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ, આ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે, જેમાં
28 એપ્રિલથી 30 જૂન 2022 સુધીની ટ્રેન નંબર 19004 ભુસાવળ – બાંદ્રા ટર્મિનસ ખાનદેશ એક્સપ્રેસ (Express train)ગુરુવારે દોડનારી ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.
ટ્રેન નંબર 09006 ઈજ્જત નગર – બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે. ટ્રેન 03.57 કલાકે બોરીવલી સ્ટેશન પહોંચશે. આ ફેરફાર 30 એપ્રિલ, 2022 થી 18 જૂન, 2022 સુધી અમલમાં રહેશે.
ટ્રેન ના સંચાલનના સમય, સ્ટોપેજ સહિતની સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.