News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) વસઈ રોડ અને ભાઈંદર સ્ટેશનો વચ્ચે UP અને DOWN ધીમી લાઈન પર નાઈટ બ્લોક હાથ ધરશે. આ નાઈટ બ્લોક ( Night block ) 3/4 ઓગસ્ટ, 2024 ના રોજ શનિવાર/રવિવારની મધ્યરાત્રિએ 00:30 થી 04:00 સુધી હશે. આ બ્લોકનો હેતુ ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનો પર આવશ્યક જાળવણી કાર્ય હાથ ધરવાનો છે.
रेल्वे रूळ, सिग्नल प्रणाली तथा ओव्हरहेड उपकरणांची देखभाल करण्यासाठी शनिवार/रविवार, 03/04 ऑगस्ट 2024, रोजी मध्यरात्री 00:30 ते 04:00 या वेळेत वसई रोड आणि भाईंदर स्थानकांदरम्यान अप आणि डाऊन धीम्या मार्गावर 03:30 तासांचा जम्बो ब्लॉक घेण्यात येईल.@drmbct#JumboBlock #MumbaiLocals pic.twitter.com/hYBWU4USX4
— Western Railway (@WesternRly) August 3, 2024
Western Railway : ધીમી લાઇનની ટ્રેનો ઝડપી લાઇન પર દોડશે
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલા પ્રેસ નિવેદન મુજબ, બ્લોક સમયગાળા દરમિયાન, કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. ( Mumbai news ) આ ઉપરાંત વિરાર/વસઈ રોડ અને બોરીવલી/ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે તમામ ધીમી લાઇનની ટ્રેનો ઝડપી લાઇન પર દોડશે. પરિણામે, ઘણી અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. સ્ટેશન માસ્તરો પાસેથી વિગતવાર માહિતી મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block: મુંબઈગરાઓ, રવિવારે ઘરની બહાર નીકળતા પહેલા વાંચો આ સમાચાર; આ રૂટ પર રહેશે મેગાબ્લોક..