ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
મુંબઈમાં અત્યારે એક ચર્ચાએ જોર પકડયું છે. અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે તેમજ whatsapp પર મેસેજ ની આપ-લે કરી રહ્યા છે કે શનિવાર, રવિવાર તેમજ સોમવાર એમ ત્રણ દિવસ મુંબઈ શહેરમાં લોકડાઉન લાગશે.
વાત એમ છે કે આ ત્રણ દિવસ દરમિયાન હોળી અને ધુળેટી આવી રહી છે. બીજી તરફ મુંબઈ શહેરમાં આ તહેવારો ધામધૂમથી ઉજવાય છે. આ પરિસ્થિતિમાં લોકોની જીભે એક વાત ચડી છે કે મુંબઈમાં ત્રણ દિવસનું લોકડાઉન લાગશે.
કોરોના વધ્યો, પણ મહાનગરપાલિકા કહે છે આ તો થવાનું જ હતું. જેનું પ્રમુખ કારણ અમે પોતે છીએ…
જોકે આ વાતને મુંબઈ મહાનગરપાલિકા કે સરકાર તરફથી કોઇ સમર્થન મળ્યું નથી. આટલું જ નહીં મહાનગરપાલિકાએ મુંબઈ શહેરમાં આ તહેવારોને પહેલેથી જ અનુમતિ આપી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે પ્રશાસને જે પગલા લેવા હતા તે લઈ લીધા છે.
પરંતુ લોકો નું મોઢું કોણ પકડે. આથી મુંબઈ શહેરમાં લોકડાઉન ની અફવાહ જોરદાર ફેલાઇ છે.