Site icon

Dahisar Toll Naka : દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે? શિંદે સામે ટોલનો મુદ્દો

Dahisar Toll Naka : પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ટોલ નાકાને ખસેડવાની કરી માંગણી, મીરા-ભાઈંદરના નાગરિકોને ટ્રાફિક અને પ્રદૂષણથી મળશે રાહત

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

News Continuous Bureau | Mumbai

Dahisar Toll Naka : મીરા-ભાઈંદર શહેરના પ્રવેશદ્વાર પર આવેલો દહીંસર ટોલ નાકા (Dahisar Toll Naka) નાગરિકો માટે ટ્રાફિક જામ, પ્રદૂષણ અને ઈંધણના બગાડનું મુખ્ય કારણ બની ગયો છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) આ મુદ્દો ઉઠાવ્યો છે અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) આવેદનપત્ર આપ્યું છે.

Join Our WhatsApp Community

ટોલ નાકાને ખસેડવાની માંગણી

પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) માંગણી કરી છે કે વર્તમાન ટોલ નાકાને ૨ કિલોમીટર આગળ વેસ્ટર્ન હોટેલ (Western Hotel) સામે ખસેડવામાં આવે. તેમણે કહ્યું કે, “આ ટોલ નાકાને કારણે મીરા-ભાઈંદરના ૧૫ લાખ નાગરિકો, રોજ મુંબઈ જતા મુસાફરો અને હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.” આનાથી મુસાફરીનો સમય વધે છે, ઈંધણનો બગાડ થાય છે અને પ્રદૂષણનું સ્તર પણ વધે છે.

આ સમાચાર પણ વાંચો : BMC: મુંબઈમાં ૭૮૪ સંસ્થાઓ પોતાના કચરા પર પ્રક્રિયા કરે છે; BMC હવે તેમને આપશે આ વસ્તુ માં રાહત

શિંદે નો જૂનો નિર્ણય

આ અંગે સરનાઈકે શિંદેને યાદ અપાવ્યું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના અનેક ટોલ નાકા (toll naka) રદ કર્યા હતા અને નાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપી હતી. નાગરિકોએ તેમના આ નિર્ણયનું ખૂબ સ્વાગત કર્યું હતું.

જો માંગણી સ્વીકારાય તો…

જો આ માંગણી સ્વીકારવામાં આવે તો, મીરા-ભાઈંદર (Mira-Bhayander) અને મુંબઈ (Mumbai) વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે, ટ્રાફિકનો ભાર ઓછો થશે અને નાગરિકોને ટોલ-મુક્ત મુસાફરીનો અનુભવ થશે. હવે સૌની નજર શિંદેની બેઠક પર છે, કારણ કે જો આ નિર્ણયને મંજૂરી મળે તો મુંબઈના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

BMC Election 2026: શું ‘સ્પીડબ્રેકર’ રાજનીતિ મુંબઈની રફતારને ફરી રોકી દેશે? વિકાસ અને વિલંબ વચ્ચે જંગ
Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.
Exit mobile version