News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈ (North Mumbai ) ડ્રગ્સનો(Drugs) અડ્ડો બની રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બોરીવલી (Borivali)સહિત માલવણીમાંથી(Malavani) કરોડો રૂપિયાનું કિંમતી ડ્રગ્સનો જથ્થો(drugs stock) પકડી પાડવામાં પોલીસને(Police) સફળતા મળી છે.
માલવણી(Malavani) વિસ્તારમાં પોલીસે બે દિવસ પહેલા નાઇજીરિયન(Nigeria) પાસેથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવાનો બનાવ હજી તો તાજો હતો, ત્યાં તો શનિવારે રાતે ફરી એક વખત ૧.૬૯ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે બેની ધરપકડ(Arrest) કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
માલવણી પોલીસે(Malavani police) મળેલી માહિતીને આધારે શનિવારે રાતે જનકલ્યાણનગર ખાતે છટકું ગોઠવીને બે શકમંદને તાબામાં લીધા હતા. પ્રમોદ કાલીચરણ શર્મા(Pramod Kalicharan Sharma) અને મોહંમદ ઇસ્માઇલ અઝરૂ ખાન નામના બંને શકમંદની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી હેરોઇન(Heroin) અને મેફેડ્રોન ડ્રગ્સ(Mephedrone drugs) મળી આવ્યું હતું. બંને શકમંદની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : કોરોના નહીં પરંતુ આ રોગ વિશે જાણકારી છુપાવી તો જવું પડશે જેલ. જાણો મુંબઈનો નવો કાયદો..
આ દરમિયાન બોરીવલી(વેસ્ટ)માં એમ.એચ.બી.(MHB) પોલીસે પણ કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ 23 વર્ષની એક મહિલા પાસેથી જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મહિલાનું નામ મુસ્કાન દીપક કનોજિયા છે, તેની પાસેની બેગમાંથી રૂ. ૫૧.૭૫ લાખની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું.
એમએચબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ શનિવારે બોરીવલી પશ્ચિમમાં પેટ્રોલિંગ(Petroling) કરી રહ્યો હતો ત્યારે સ્કૂલ નજીક ઉભેલી મહિલા પર તેમની નજર પડી હતી. તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવામાં આવી હતી. મહિલાની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી ૩૪૫ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલાએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવી હતી, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.